બિહારમાં સતત ત્રીજા દિવસે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, ટ્રેનમાં લગાવી આગ, ગયામાં પથ્થરમારો
Railway Recruitment 2022 : બિહારના ગયા જિલ્લામાં ભડકેલા રેલ ભરતી ઉમેદવારોએ પથ્થરમારો કરતા એક ટ્રેનમાં આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ઉમેદવારોએ આરપીએફ પર પથ્થરમારો કર્યો હતો. અહીં સ્થિતિ ચિંતાજનક બની છે.
Trending Photos
ગયાઃ રેલવે ભરતી બોર્ડે ભલે ગ્રુપ ડી અને NTPC પરીક્ષાને સ્થગિત કરી દીધી છે. પરંતુ બિહારમાં બબાલ યથાવત છે. ગયા જંક્શન પર એનટીપીસી પરીક્ષાના પરીક્ષામમાં ગડબડીને લઈને ઉગ્ર વિદ્યાર્થીઓએ રેલવે સંપત્તિ પર હુમલો કરી દીધો છે. આ દરમિયાન બુધવારે ભડકેલા પરીક્ષાર્થીઓએ પ્રદર્શન દરમિયાન ગયા જિલ્લામાં બબાલ કરી અને ગયા જંક્શન પર લાગેલી એક ખાલી ટ્રેનને આગને હવાલે કરી દીધી હતી. પ્રદર્શન દરમિયાન રેલવે સુરક્ષા દળ અને વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ વચ્ચે હજારોની સંખ્યામાં પરીક્ષાર્થી ગયા જંક્શન પર ભેગા થઈ ગયા છે. આરપીએફે તેને કાબુ કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
ગયામાં રેલ ભરતી ઉમેદવારોનું તાંડવ
ટ્રેનમાં આગ લગાવવાની માહિતી મળતા ઘટના સ્થળ પર ફાયર બ્રિગેટની ટીમ પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ઉપદ્રવી ઉમેદવારોએ એક ખાલી ટ્રેનના કોચમાં આગ લગાવી હતી. ત્યારબાદ બીજા કોચને પણ આગને હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન આરપીએફે એક ઉપદ્રવીને દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઉપદ્રવી જોવામાં ઉમેદવાર જેવો લાગી રહ્યો નથી.
Gaya, Bihar | Aspirants vandalized train over alleged irregularities in Railway exam
CBT 2 exam date was not notified; no update on Railway exam which was notified in 2019...Result is still awaited...We demand cancellation of CBT 2 exam & release of exam result: Protester pic.twitter.com/9eyW8JphYa
— ANI (@ANI) January 26, 2022
સીતામઢીમાં ચાલી ગોળી
સીતામઢીમાં તોડફોડ અને પથ્થરમારો કરી રહેલી ભીડને પોલીસે હવાઈ ફાયરિંગ કરી હટાવી હતી. વિદ્યાર્થીઓના પ્રદર્શન બાદ રેલવેએ NTPC અને ગ્રુપ ડી (શ્રેણી 1) ની પરીક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમ છતાં બુધવારે પણ આરઆરબી તથા એનટીપીસીમાં કૌભાંડનો આરોપ લગાવી બિહારમાં સતત પ્રદર્શન થઈ રહ્યું છે.
રેલવેએ આપી હતી ચેતવણી
રેલવેએ પોતાની ભરતી પ્રક્રિયાઓની પસંદગીને લઈને પરીક્ષાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન બાદ એનટીપીસી અને લેવલ-1 ની પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે રેલવેએ એક નોટિસ જાહેર કરી પરીક્ષાર્થીઓને ચેતવણી આપી હતી કે પ્રદર્શન દરમિયાન તોડફોડ સહિત અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ લોકોને રેલવેની ભરતી પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. આ ચેતવણી બિહારમાં ઉમેદવારોના પ્રદર્શન બાદ સામે આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે