કર્ણાટકમાં શાહ LIVE: ''શરણાર્થીઓમાં 70 ટકા દલિત, CAAનો વિરોધ કરનારા દલિત વિરોધી''

ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહ આજે નાગરિકતા સંશોધન કાયદાનાં સમર્થનમાં કર્ણાટકનાં હુબલીમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા. આ અગાઉ બેંગ્લુરૂમાં યેદિયુરપ્પાએ અમિત શાહનું સ્વાગત કર્યું. શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વારાણસીમાં સીએએનાં સમર્થનમાં રેલી કરી હતી. વારાણસીના સંપુર્ણાનંદ સંસ્કૃતી યુનિવર્સિટીમાંઆજે સ્મૃતિ ઇરાનીએ રેલીને સંબોધિત કરી હતી.

કર્ણાટકમાં શાહ LIVE: ''શરણાર્થીઓમાં 70 ટકા દલિત, CAAનો વિરોધ કરનારા દલિત વિરોધી''

હુબલી: ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહ આજે નાગરિકતા સંશોધન કાયદાનાં સમર્થનમાં કર્ણાટકનાં હુબલીમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યા. આ અગાઉ બેંગ્લુરૂમાં યેદિયુરપ્પાએ અમિત શાહનું સ્વાગત કર્યું. શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વારાણસીમાં સીએએનાં સમર્થનમાં રેલી કરી હતી. વારાણસીના સંપુર્ણાનંદ સંસ્કૃતી યુનિવર્સિટીમાંઆજે સ્મૃતિ ઇરાનીએ રેલીને સંબોધિત કરી હતી.

આણંદ: બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર ઠગને થાંભલે બાંધી માર માર્યો
શાહને કાળા ઝંડા દેખાડાયા
કર્ણાટકમાં હુબલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગૃહમંત્રી અમિત શાહને કોંગ્રેસ કાર્યકર્તાઓએ કાળા ઝંડા દેખાડ્યા હતા. આ અગાઉ અમિત શાહે નાગરિકતા સંશોધન મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી પણ કહે છે કે 370 ન હટવું જોઇએ, ઇમરાન ખાન પણ કહે છે કે ન હટવું જોઇએ. બંન્ને કહે છે કે સીએએ લાગુ ન થવું જોઇએ. મને ખબર નથી પડતી કે કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે સંબંધ શું છે. રાહુલ બાબાનાં નાનાજી જે ભુલ કરીને ગયા હતા નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370 હટાવીને તેને સુધારવાનું કાણ કર્યું છે. 
સુરતમાં ઇન્ડલ્ટ્રીયલ જર્જરીત બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી, 1નું મોત

અમિત શાહે કહ્યું કે, ભારત આવનારા શરણાર્થીઓમાં 70 ટકા દલિત છે જે લોકો CAA નો વિરોધ કરી રહ્યા છે તેઓ દલિત વિરોધી છે. પાકિસ્તાનમાં 30 ટકા હિંદુ હતા. આજે પાકિસ્તાનમાં માત્ર 3 ટકા અને બાંગ્લાદેશમાં તે ઘટીને 3 ટકા પહોંચી ચુકી છે. હું પ્રદર્શનકર્તાઓને પુછવા માંગુ છું કે પાકિસ્તાનમાં લઘુમતી ક્યાં ગયા. શું કોઇની પાસે તેનો જવાબ છે. 
LRD મુદ્દે આપઘાત: રબારી સમાજનાં આગેવાનોની સમજાવટ બાદ મૃતદેહ સ્વિકાર્યો

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર થયો
અમિત શાહે કહ્યું કે, પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર થયો. પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી 30 ટકા ઘટીને 3 ટકા રહી ગઇ છે. હું હુબલીની જનતાને જણાવવા માંગુ છું કે લોકોની કત્લેઆમ કરવામાં આવી, તેમનાં ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું. પાકિસ્તાનમાં મંદિર, ચર્ચ, ગુરૂદ્વારા તોડી નાખવામાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news