19 જુલાઈથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સાંસદોએ લેવા પડશે વેક્સિનના બંને ડોઝ

સૂત્રોએ જણાવ્યું કે આશરે એક મહિના સુધી ચાલનારા ચોમાસુ સત્ર દરમિયાન 20 બેઠકો થવાની સંભાવના છે. 

19 જુલાઈથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર, સાંસદોએ લેવા પડશે વેક્સિનના બંને ડોઝ

નવી દિલ્હીઃ સંસદીય મામલાની કેબિનેટ કમિટી (CCPA)  19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી સંસદના ચોમાસુ સત્રની ભલામણ કરી છે. તેવામાં સંભાવના છે કે ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ વચ્ચે ચાલશે. તો કોરોનાની ત્રીજી લહેરોની સંભાવના વચ્ચે સરકારે બધા સાંસદોને સત્ર શરૂ થતા પહેલા વેક્સિનના બંન્ને ડોઝ લેવા માટે કહ્યું છે. 

— ANI (@ANI) June 29, 2021

સૂત્રોએ જણાવ્યું કે આશરે એક મહિના સુધી ચાલનારા ચોમાસુ સત્ર દરમિયાન 20 બેઠકો થવાની સંભાવના છે. સામાન્ય રીતે સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થાય છે અને સ્વતંત્રતા દિવસ પહેલા સમાપ્ત થાય છે. સૂત્રોએ જણાવ્યું કે સંસદીય મામલા સંબંધી મંત્રીમંડળ સમિતિએ આ સત્રની અવધિને લઈને ભલામણ કરી છે. તેમણે જણાવ્યું કે સત્ર દરમિયાન સંસદ પરિસરમાં કોવિડ સાથે જોડાયેલા બધા પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, એવી આશા કરવામાં આવે છે કે સત્ર દરમિયાન પરિસરમાં પ્રવેશ કરનાર ત્યારે કોવિડ વિરોધી રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુક્યા હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news