INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમને મુખ્ય આરોપી બનાવવાની તૈયારીમાં CBI
કેન્દ્રીય તપાસ એજન્સી FIPB સાથે સંકળાયેલા પાંચ અધિકારીઓને પણ આરોપી બનાવવાની તૈયારી કરી રહી છે
Trending Photos
નવી દિલ્હીઃ સીબીઆઈના સૂત્રો અનુસાર INX મીડિયા કેસમાં તપાસ એજન્સી પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને મુખ્ય આરોપી બનાવવાની તૈયારીમાં છે. આ સાથે જ કેન્દ્રીય તપાસ એજન્સી FIPB સાથે સંકળાયેલા પાંચ અધિકારીઓને પણ આરોપી બનાવવાની તૈયારી કરી રહી છે. આ પાંચ અધિકારીઓ અંગે સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, ચિદમ્બરમ સાથેની પુછપરછમાં આ અધિકારીઓની ભૂમિકા બહાર આવી છે.
સીબીઆઈએ જણાવ્યું કે, આ પાંચેય અધિકારીઓ સમગ્ર કેસના ષડયંત્રમાં સામેલ હતા અને પાંચેય અધિકારીઓએ નિયમોનું પાલન કર્યું નથી. જે અધિકારીઓને આરોપી બનાવી શકાય છે તેમાં તત્કાલિન અધિક સચિવ સિંધુશ્રી ખુલ્લર, સંયુક્ત સચિવ અનુપ કે. પુજારી, નિદેશક પ્રબોધ સક્સેના, નાયબ સચિવ રવિન્દ્ર પ્રસાદ અને સેક્શન અધિકારી અજિથ કુમાર ડુંગનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, INX મીડિયા કેસ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર અને નાણાકિય હેરફેરના કેસમાં આરોપી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઈએ બુધવારે ધરપકડ કરી હતી. તેમની સીબીઆઈ કસ્ટડીને કોર્ટે 30 ઓગસ્ટ સુધી લંબાવી છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે