Agniveer Recruitment: પૂર્વ અગ્નિવીરોને BSF ભરતીમાં 10 ટકા અનામત મળશે, ઉંમર મર્યાદામાં પણ છૂટ
Agniveer Recruitment: ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે સશસ્ત્ર સીમા દળ (BSF)માં ભરતી માટે પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે.
Trending Photos
Agniveer Recruitment: ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે સશસ્ત્ર સીમા દળ (BSF)માં ભરતી માટે પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. એટલું જ નહીં અગ્નિવીરોને ઉપરી આયુ સીમા માપદંડોમાં પણ છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તેઓ પહેલી બેન્ચનો ભાગ હતા કે બાદની બેન્ચોનો ભાગ હતા. ગૃહ મંત્રાલયે આ અંગે છ માર્ચના રોજ એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું.
ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું
ગૃહ મંત્રાલયે છ માર્ચના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી હતી. અગ્નિવીરોને 10 ટકા અનામત આપવા માટે ગૃહ મંત્રાલયે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), જનરલ ડ્યૂટી કેડર રિક્રુમેન્ટ રૂલ્સ 2015માં સંશોધન કર્યું છે. આ માટે અધિકૃત ગેઝેટ નોટિફિકેશન છ માર્ચ 2023ના રોજ બહાર પડ્યું હતું. નોટિફિકેશન મુજબ બીએસએફની ભરતી પરીક્ષામાં અગ્નિવીરોને શારીરિક ક્ષમતાવાળી પરીક્ષા એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં પણ છૂટ મળશે.
ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ
નોટિફિકેશન મુજબ કોન્સ્ટેબલ પદો માટે અગ્નિવીરોની પહેલી બેચના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ મળશે. જ્યારે પૂર્વ અગ્નિવીરોને 3 વર્ષની છૂટ મળશે. આ અગાઉ ઈન્ડિયન આર્મીએ પણ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો. ઉમેદવારે પહેલા લેખિત પરીક્ષામાં સામેલ થવાનું રહેશે. પરીક્ષા પાસ કર્યા બાદ જ તેઓ રેલીમાં સામેલ થઈ શકશે. ભરતીના છેલ્લા તબક્કામાં મેડિકલ ટેસ્ટ થશે. ભરતી રેલીમાં ભીડ ઓછી કરવા માટે આર્મીએ આ નિર્ણય લીધો છે.
Central govt has declared 10% reservation for ex-Agniveers in vacancies within BSF as well as relaxed upper age-limit norms depending on whether they are part of the first batch or subsequent batches. MHA made the announcement through a notification dated 6th March pic.twitter.com/dn100tXQ7j
— ANI (@ANI) March 10, 2023
અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં ભરતી પ્રક્રિયામાં સૌથી પહેલા રેલીનું આયોજન થતું હતું. રેલીથી પસંદ કરાયેલા ઉમેદવારોનો મેડિકલ ટેસ્ટ થતો હતો. ત્યારબાદ પરીક્ષા થતી હતી. બીજી બાજુ હવે આ ફેરફાર બાદથી ઉમેદવારોને બીજી પરીક્ષાની પણ તૈયારી કરવાનો સમય મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે