Ban on PFI: પીએફઆઈને કેન્દ્ર સરકારે ગેરકાયદેસર સંસ્થા જાહેર કરી, 5 વર્ષનો પ્રતિબંધ

PFI Founder: કેન્દ્રની મોદી સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂકી દીધો છે. PFI પર પ્રતિબંધ મૂકવાની અનેક રાજ્યોએ માંગણી કરી હતી. હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણાઓ પર દરોડા પાડીને સેંકડો ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.

Ban on PFI: પીએફઆઈને કેન્દ્ર સરકારે ગેરકાયદેસર સંસ્થા જાહેર કરી, 5 વર્ષનો પ્રતિબંધ

PFI Founder: કેન્દ્રની મોદી સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂકી દીધો છે. PFI પર પ્રતિબંધ મૂકવાની અનેક રાજ્યોએ માંગણી કરી હતી. હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણાઓ પર દરોડા પાડીને સેંકડો ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. પીએફઆઈ ઉપરાંત 8 સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરી છે. 

PFI ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વીમેન ફ્રન્ટ, જૂનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન (કેરળ) જેવા સહયોગી સંગઠનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

22 સપ્ટેમ્બર અને 27 સપ્ટમ્બરના રોજ NIA, ED અને રાજ્યોની પોલીસે PFI પર તાબડતોડ દરોડાની કાર્યવાહી કરી હતી. પહેલા રાઉન્ડની કાર્યવાહીમાં પીએફઆઈ સંલગ્ન 106 લોકોની ધરપકડ થઈ હતી. બીજા રાઉન્ડની કાર્યવાહીમાં PFI સંલગ્ન 247 લોકોની ધરપકડ કે અટકાયત કરવામાં આવી. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરતા પુરાવા મળયા. ત્યારબાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલય પાસે કાર્યવાહીની માંગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. 

— ANI (@ANI) September 28, 2022

આ મામલાઓમાં પીએફઆઈની ભૂમિકાની તપાસ
પટણા-ફૂલવારી શરીફમાં ગઝવાએ હિન્દ સ્થાપિત ક રવા માટે મોટું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. જેમાં NIA એ હાલમાં દરોડો પણ પાડ્યો હતો. 
તેલંગણા નિઝામાબાદમાં કરાટે ટ્રેનિંગના નામ પર PFI હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યું છે. NIA આ મામલે પણ દરોડા પાડી ચૂકી છે. 
કર્ણાટક પ્રવીણ નેત્તરુ હત્યા મામલે PFI ના ફંડિંગની ભૂમિકા ઉપર પણ તપાસ થઈ હતી. 
નાગરિકતા કાયદાને લઈને ઉત્તર પ્રદેશમાં હિંસા થઈ જેમાં PFI સંલગ્ન આરોપીઓના ત્યાંથી આપત્તિજનક સામગ્રીઓ, સાહિત્ય સીડીઓ મળી હતી જેને આધાર બનાવીને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના સંગઠનને બેન કરવાનો પ્રસ્તાવ યુપી સરકારે મોકલ્યો હતો. 

15 રાજ્યોમાં PFI એક્ટિવ
પીએફઆઈ હાલ દિલ્હી, આંધ્ર પ્રેદશ, આસામ, બિહાર, કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં એક્ટિવ છે. 

સમાજના એક વર્ગને કટ્ટર બનાવી રહ્યું છે PFI
ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે પીએફઆઈ અને તેમના સહયોગી સંગઠન ગુપ્ત એજન્ડા હેઠળ સમાજના એક વર્ગને કટ્ટર બનાવીને લોકતંત્રની અવધારણાને નબળી કરવાની દિશામાં કામ કરે છે અને દેશના બંધારણીય ઓથોરિટી અને બંધારણીય માળખા પ્રત્યે ઘોર અનાદર દાખવે છે. 
- પીએફઆઈ અને તેના સહયોગી સંગઠન કાયદા વિરુદ્ધ ગતિવિધિઓમાં સંડોવાયેલા રહ્યા છે. જે દેશની અખંડિતતા, સંપ્રભુતા અને સુરક્ષા સામે ખતરો છે અને તેનાથી શાંતિ અને સાંપ્રદાયિકતા સદભાવનો માહોલ ખરાબ થવા અને દેશમાં ઉગ્રવાદને પ્રોત્સાહન મળવાની આશંકા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news