ચંદ્રશેખર આઝાદે લોન્ચ કરી રાજકીય પાર્ટી, બસપાના અનેક નેતા જોડાયા


ભીમ આર્મી સંગઠનને રાજકીય રૂપ આપવા માટે ચંદ્રશેખર આઝાદે 15 માર્ચની તારીખ સમજી-વિચારી નક્કી કહી હતી. મહત્વનું છે કે 15 માર્ચે કાશીરામની જયંતિ છે. કાશીરામ બહુમજન સમાજવાદી પાર્ટીના સંસ્થાપક હતા. તેઓ 90ના દાયકામાં દેશમાં દલિતોના મુખ્યનેતા અને ચહેરો હતા. 
 

ચંદ્રશેખર આઝાદે લોન્ચ કરી રાજકીય પાર્ટી, બસપાના અનેક નેતા જોડાયા

નોઇડાઃ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ ઉર્ફે 'રાવણ'એ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. ચંદ્રશેખરે પોતાની પાર્ટીનું નામ 'આઝાદ સમાજ પાર્ટી' રાખ્યું છે. રવિવારે કાશીરામની જયંતિ પર પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. આ તકે સમાજવાદી પાર્ટી, બહુમજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીના 98 નેતાઓ અને ઘણા પૂર્વ મંત્રીઓ 'આઝાદ સમાજ પાર્ટી'માં જોડાયા હતા. 

ભીમ આર્મી સંગઠનને રાજકીય રૂપ આપવા માટે ચંદ્રશેખર આઝાદે 15 માર્ચની તારીખ સમજી-વિચારી નક્કી કહી હતી. મહત્વનું છે કે 15 માર્ચે કાશીરામની જયંતિ છે. કાશીરામ બહુમજન સમાજવાદી પાર્ટીના સંસ્થાપક હતા. તેઓ 90ના દાયકામાં દેશમાં દલિતોના મુખ્યનેતા અને ચહેરો હતા. 

કાર્યક્રમ સ્થળનું તાળું તોડી અંદર ઘુસ્યા રાવણના સમર્થક
કોરોના વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખતા ચંદ્રશેખર આઝાદને નોઇડા તંત્રએ પાર્ટી લોન્ચિંગની તકે વધારે લોકો ભેગા ન કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમના કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી. પરંતુ રાવણના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. ટોળાએ તાળા તોડીને કાર્યક્રમ સ્થળમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ લોકો એટલા વધારે હતાં કે પોલીસે કોઈ જોખમ ન લીધું. પોલીસે કાર્યવાહી કરવાની ચેતવણી આપતા કાર્યક્રમને મંજૂરી આપી હતી. 

ફ્લોર ટેસ્ટથી પહેલા કમલનાથ સરકારનો દાવ? ભોપાલ પરત ફરેલા ધારાસભ્યોને થશે કોરોના ટેસ્ટ  

વકીલ છે ચંદ્રશેખર આઝાદ
ચંદ્રશેખર આઝાદ ઉર્ફે 'રાવણ'નો જન્મ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં 6 નવેમ્બર 1986ના થયો હતો. તેમણે પોતાનું શરૂઆતી શિક્ષણ સરકારી શાળામાંથી કર્યું અને લખનઉ વિશ્વ વિદ્યાલયથી તેમણે વકીલની ડિગ્રી મેળવી હતી. ચંદ્રશેખર આઝાદના પિતા વેપારી અને માતા ગૃહિણી છે. ચંદ્રશેખરે આશરે 8 વર્ષ પહેલા 2012માં વિનય રતન નામના એક વ્યક્તિની સાથે ભીમ આર્મીની સ્થાપના કરી હતી. 

માયાવતીની દલિત રાજનીતિને પડકાર
માયાવતીની દલિત રાજનીતિમાં તોડ પાડવાનો ઇરાદો રાખનાર આઝાદ કાશીરામને પોતાના આદર્શ માને છે. તમને જણાવી દઈએ કે માયાવતી પણ કાશીરામને પોતાના રાજકીય ગુરૂ માને છે. આમ તો ચંદ્રશેખરનો કોઈ રાજકીય વારસો રકહ્યો નથી. તે આ પહેલા પણ રાજનીતિમાં નહતા. ચંદ્રશેખર આઝાદ વકીલ છે. તે સહારનપુર હિંસા દરમિયાન પ્રથમવાર ચર્ચામાં આવ્યા હતા.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news