UP: પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને ગેંગરેપ કેસમાં આજીવન કારાવાસ, 2 લાખ રૂપિયાનો દંડ
ચિત્રકૂટ ગેંગરેપ કેસમાં યૂપીના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. તેના પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
Trending Photos
લખનઉ: ચિત્રકૂટ ગેંગરેપ કેસમાં યૂપીના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિને કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. તેના પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
લખનઉની સ્પેશિયલ કોર્ટે આ મામલે થોડા દિવસો પહેલાં નિર્ણય લેતાં ગાયત્રી પ્રજાપતિ સહિત 3 લોકોને દોષી ગણાવ્યા હતા. તો બીજી તરફ 4 લોકોને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા. કોર્ટમાં શુક્રવારે તેમની સજા પર સુનાવણી થઇ. બંને પક્ષોની ચર્ચા સાંભળ્યા બાદ કોર્ટે પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિ, આશિષ શુક્લા અને અશોક તિવારીને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. તો બીજી તરફ ગાયત્રી પ્રજાપતિ પર સજાની સાથે જ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે