રાજ્યસભામાં આજે રજુ થશે નાગરિકતા સંશોધન બિલ, સરકારે કરી તૈયારી

રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે નાગરિકતા સંશોધન બિલ-2019 (Citizenship Amendment Bill 2019) રજુ કરવામાં આવશે. આ બિલ(Bill) પર ચર્ચા માટે 6 કલાકનો(6 Hour) સમય સભાપતિ દ્વારા આપવામાં આવ્યો છે.

Trending Photos

રાજ્યસભામાં આજે રજુ થશે નાગરિકતા સંશોધન બિલ, સરકારે કરી તૈયારી

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ-2019(Citizenship Amendment Bill 2019) લોકસભામાં(Loksabha) પસાર થઈ ગયા પછી બુધવારે રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે રજુ થવાનું છે. વિરોધ પક્ષે આ બિલનો ભારે વિરોધ શરૂ કર્યો છે. રાજ્ય સરકારે પણ રાજ્યસભામાં(Rajyasabha) બિલ પસાર કરવાની પુરતી તૈયારીઓ કરી લીધી છે. સરકાર તરફથી રાજ્યસભા માટે સંપૂર્ણ હોમવર્ક કરાયું છે. બધી જ પાર્ટીઓનો ટેકો મેળવીને સંખ્યાબળ એક્ઠું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

રાજ્યસભામાં 2.00 કલાકે રજુ થશે બિલ
રાજ્યસભામાં(Rajyasabha) બપોરે 2.00 કલાકે નાગરિકતા સંશોધન બિલ-2019 (Citizenship Amendment Bill 2019) રજુ કરવામાં આવશે. આ બિલ(Bill) પર ચર્ચા માટે 6 કલાકનો(6 Hour) સમય સભાપતિ દ્વારા આપવામાં આવ્યો છે. વિરોધ પક્ષના વિરોધની વચ્ચે સરકાર આ બિલ પાસ કરાવવા માટે કટિબદ્ધ છે. 

એનડીએનો આંકડો
રાજ્યસભામાં એનડીએ પાસે 106નો આંકડો છે. એનડીએ બીજા સાથી પક્ષોની મદદથી બહુમતનો આંકડો એક્ઠો કરવાની તૈયારીમાં છે. વાયએસઆર કોંગ્રેસની સાથે જ એઆઈડીએમકેએ પણ રાજ્યસભામાં આ બિલને ટેકો આપવાનું જણાવ્યું છે. બહુમતિ માટે સરકારને 121 સાંસદોના સમર્થનની જરૂર છે. હાલ એનડીએને 128 સાંસદોનો ટેકો હોવાનો અંદાજ છે. 

ગુજરાત સરકાર પર અધધધ 2 લાખ કરોડથી વધુનું દેવું છે,  સરકારે બે વર્ષમાં ચૂકવ્યું 35 હજાર કરોડ વ્યાજ... જુઓ વીડિયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news