Delhi Hit And Run: વધુ એક ભયાનક અકસ્માત, ટક્કર બાદ કારની છત પર યુવકને લઈને 3 કિમી સુધી દોડી કાર
દેશની રાજધાની દિલ્હીમાં હિટ એન્ડ રનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીના પોશ વિસ્તાર કેજી માર્ગ-ટોલ્સ્ટોય માર્ગની રેડ લાઈટ પર કાર સવાર વ્યક્તિએ બાઈક પર સવાર 2 ભાઈઓને ટક્કર મારી, ટક્કર બાદ એક યુવક ઉછળીને પડ્યો જ્યારે બીજો યુવક કારની છત પર પડ્યો.
Trending Photos
દેશની રાજધાની દિલ્હીમાં હિટ એન્ડ રનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીના પોશ વિસ્તાર કેજી માર્ગ-ટોલ્સ્ટોય માર્ગની રેડ લાઈટ પર કાર સવાર વ્યક્તિએ બાઈક પર સવાર 2 ભાઈઓને ટક્કર મારી, ટક્કર બાદ એક યુવક ઉછળીને પડ્યો જ્યારે બીજો યુવક કારની છત પર પડ્યો. કાર સવાર યુવકને લઈને કાર થોભવાની જગ્યાએ ભાગતી રહી.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેણે પોતાના સ્કૂટીથી કારનો પીછો કર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો. મોહમ્મદ બિલાલ હોર્ન વગાડીને બૂમો પાડતો રહ્યો પરંતુ આરોપીઓ થોભ્યા નહીં. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કારની છત પર એક યુવક પડ્યો છે. અને ગાડી દોડતી રહે છે. લગભગ 3 કિલોમીટર સુધી ભાગ્યા બાદ દિલ્હી ગેટ પર આરોપીઓ છત પર પડેલા યુવકને નીચે ફેંકીને ભાગી ગયા. કમનસીબે યુવકનું મોત નિપજ્યું છે.
#WATCH | Man Dies In Delhi Hit-And-Run, Seen Lying On Roof As Car Driven For 3 Km
Following a car hit a motorcycle one of the men on a motorcycle was thrown several feet away, while the other landed on the roof of the car
Incident took place at the intersection of Kasturba… pic.twitter.com/7ta267NDjT
— Subodh Kumar (@kumarsubodh_) May 3, 2023
અકસ્માતનો ભોગ બનેલા યુવકનું નામ દીપાંશુ વર્મા હોવાનું કહેવાય છે. 30 વર્ષના દીપાંશુ વર્માનું મોત થયું જ્યારે તેમની સાથે જે યુવક હતો તે મુકુલ (20 વર્ષ) ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ થયેલો યુવક મુકુલ દીપાંશુની ફોઈનો પુત્ર છે.
દિલ્હી પોલીસેકંઝાવલા કાંડ જેવી આ વારદાતમાં હત્યાનો કેસ દાખલ કર્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અકસ્માત 29-30 એપ્રિલની મધરાતે 12.55 વાગે થયો હતો. આરોપીઓએ એક વાગે ઘાયલને કારમાંથી નીચે ફેંકી દીધો. અકસ્માતમાં જીવ ગુમાવનારો દીપાંશુ જ્વેલરી શોપ ચલાવતો હતો અને માતાપિતાનો એકનો એક પુત્ર હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે