લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી, જોધપુરથી અશોક ગેહલોતના પુત્રને મળી ટિકિટ

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે ગુરુવારે રાતે 31 ઉમેદવારોની 13મી યાદી બહાર પાડી. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં લોકસભાની 31 બેઠકો માટે ઉમેદવારોના નામ છે. આ સૂચિમાં રાજસ્થાનના 19, ગુજરાત અને ઉત્તર પ્રદેશના 6-6 ઉમેદવારોના નામ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જોધપુરથી ટિકિટ અપાઈ છે. પૂર્વ મંત્રી જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને બાડમેરથી ટિકિટ અપાઈ છે. 
લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી, જોધપુરથી અશોક ગેહલોતના પુત્રને મળી ટિકિટ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે ગુરુવારે રાતે 31 ઉમેદવારોની 13મી યાદી બહાર પાડી. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં લોકસભાની 31 બેઠકો માટે ઉમેદવારોના નામ છે. આ સૂચિમાં રાજસ્થાનના 19, ગુજરાત અને ઉત્તર પ્રદેશના 6-6 ઉમેદવારોના નામ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જોધપુરથી ટિકિટ અપાઈ છે. પૂર્વ મંત્રી જસવંત સિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને બાડમેરથી ટિકિટ અપાઈ છે. 

રાજસ્થાનમાં જોધપુર બેઠકથી મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ટોંક સવાઈ માધોપુરથી નમો નારાયણ મીણા, ઉદયપુરથી રઘુવીર મીણા, અને અન્ય અનેક નેતાઓને પણ ટિકિટ અપાઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભંવર જિતેન્દ્ર સિંહ અલવરથી ચૂંટણી લડશે. 

ઉત્તર પ્રદેશમાં સંભલથી જે પી સિંહ, શાહજહાંપુરથી બ્રહ્મ સ્વરૂપ સાગર, ઝાંસીથી શિવશરણ કુશવાહા, ફૂલપુરથી પંકજ નિરંજન, મહારાજગંજથી તનુશ્રી ત્રિપાઠી અને દેવરિયાથી નિયાઝ અહેમદને ટિકિટ આપવામાં આવી છે. 

રાજસ્થાનના 19 ઉમેદવારોના નામ
રાજસ્થાનના જોધપુરથી વૈભવ ગેહલોત, બાડમેરથી માનવેન્દ્ર સિંહ, બીકાનેરથી મદનગોપાલ મેઘવાલ, ચૂરુથી રફીક મંડેલિયા, ઝૂનઝૂનુથી શ્રવણકુમાર, સીકરથી સુભાષ મહારિયા, જયપુરથી જ્યોતિ ખંડેલવાલ, અલવરથી જિતેન્દ્ર સિંહ, ભરતપુરથી અભિજીતકુમાર જાધવ, દૌસાથી સવિતા મીણા, ટોંક સવાઈ માધોપુરથી નમો નારાયણ મીણા, નાગોરથી જ્યોતિ મિર્ધા, પાલીથી બદ્રીરામ જાખડ, જલોરથી રતન દેવાસી, ઉદયપુરથી રઘુવીર સિંહ મીણા, બાંસવાડાથી તારાચંદ ભાગૌરા, ચિતૌડગઢથી ગોપાલસિંહ ઈદવા, કોટાથી રામનારાયણ મીણાને ટિકિટ અપાઈ છે. 

સૂચિમાં ગુજરાતના 6 ઉમેદવાર 
ગુજરાતમાં પાટણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, પંચમહાલ અને વલસાડ બેઠકના ઉમેદવાર જાહેર કરાયા હતા. ગુજરાતની હજુ 14 બેઠકો એવી છે જેના પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા નથી. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બાકીના ઉમેદવારોના નામ 2 એપ્રિલ સુધીમાં ધીમે-ધીમે જાહેર કરવામાં આવશે. 

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર

બેઠક         ઉમેદવાર
જૂનાગઢ     પુંજાભાઈ વંશ
પાટણ       જગદીશ ઠાકોર
રાજકોટ      લલિત કગથરા
વલસાડ     જિતુ ચૌધરી
પોરબંદર    લલિત વસોયા
પંચમહાલ   વી. કે. ખાંટ

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news