CWC Meeting: સોનિયા ગાંધીએ પદ છોડવાની કરી રજૂઆત, જાણો અન્ય અપડેટ


સૂત્રો પ્રમાણે સોનિયા ગાંધીએ પદ છોડવાની રજૂઆત કરતા સમયે ગુલામ નબી આઝાદ, અન્ય દ્વારા લખવામાં આવેલા પત્રનો હવાલો આપ્યો હતો.

CWC Meeting: સોનિયા ગાંધીએ પદ છોડવાની કરી રજૂઆત, જાણો અન્ય અપડેટ

નવી દિલ્હીઃ દિલ્હીમાં સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (Congress working committee)ની બેઠક શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ની અધ્યક્ષતામાંચ ચાલી રહેલી બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા હાજર છે. બેઠક શરૂ થતાં સોનિયા ગાંધીએ અંતરિમ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. સૂત્રોપ્રમાણે સોનિયા ગાંધીની રાજીનામાની રજૂઆત બાદ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમને પદ પર યથાવત રહેવાની અપીલ કરી છે. 

સૂત્રો પ્રમાણે સોનિયા ગાંધીએ પદ છોડવાની રજૂઆત કરતા સમયે ગુલામ નબી આઝાદ, અન્ય દ્વારા લખવામાં આવેલા પત્રનો હવાલો આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી મનમોહન સિંહ, એકે એન્ટોનીના નેતૃત્વમાં પરિવર્તનની માગને લઈને કેટલાક નેતાઓ દ્વારા લખવામાં આવેલા પત્રની ટીકા કરી હતી. સૂત્રો અનુસાર સોનિયા ગાંધીએ પાર્ટીના નવા અધ્યક્ષ ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવાનું આહ્વાન કર્યું છે. 

— ANI (@ANI) August 24, 2020

બેઠકમાં પાર્ટીના નવા અધ્યક્ષ પર નિર્ણય થઈ શકે છે. માહિતી પ્રમાણે બેઠક પહેલા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેટલાક નેતાઓના પદ છોડવાનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કોંગ્રેસ પ્રવક્તાએ આ અહેવાલોનું ખંડન કર્યું છે, પરંતુ તે મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. માહિતી મળી રહી છે કે આ વખતે કોઈ દલિતને પાર્ટીની કમાન સોંપવામાં આવી શકે છે. તો કોંગ્રેસની અંદર એકવાર ફરી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માગ શરૂ થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news