Corbevax Price Slashed: કોર્બેવૈક્સ વેક્સીનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો એક ડોઝની નવી કિંમત

પ્રાપ્ત વિગત અનુસાર એપ્રિલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ 5થી 15 વર્ષના બાળકો માટે કોરોના વિરુદ્ધ કોર્બેવૈક્સને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી.

Corbevax Price Slashed: કોર્બેવૈક્સ વેક્સીનની કિંમતમાં મોટો ઘટાડો, જાણો એક ડોઝની નવી કિંમત

હૈદરાબાદઃ કોરોના વિરોધી વેક્સીન કોર્બેવૈક્સની કિંમતોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. વેક્સીનની કિંમત ઘટાડીને 250 રૂપિયા કરી દેવામાં આવી છે. કોોરના વિરોધી આ વેક્સીનની કિંમત પહેલા 840 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, જેને હવે ઘટાડી દેવામાં આવી છે. બાયોલોજિકલ ઈ-લિમિટેડ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હવે વેક્સીન લેનારે 400 રૂપિયા ચુકવવા પડશે. તેમાં ટેક્સ અને વેક્સીન લગાવવાની ફી સામેલ થશે. 

એપ્રિલમાં મળી હતી મંજૂરી
પ્રાપ્ત વિગત અનુસાર એપ્રિલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ 5થી 15 વર્ષના બાળકો માટે કોરોના વિરુદ્ધ કોર્બેવૈક્સને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. હાલના સમયમાં કોર્બેવૈક્સ વેક્સીન 12થી 14 ઉંમરના બાળકોને આપવામાં આવી રહી છે. 

30 કરોડથી વધુ ડોઝનું ઉત્પાદન
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે તેણે અત્યાર સુધી કોર્બેવૈક્સ વેક્સીનના આશરે 30 કરોડ ડોઝનું ઉત્પાદન કર્યું છે. જેમાંથી અત્યાર સુધી આશરે 10 કરોડ ડોઝની આપૂર્તિ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. વર્તમાન સમયમાં 12થી 15 વર્ષની ઉંમર વર્ગના ત્રણ કરોડથી વધુ બાળકોને કોર્બોવૈક્સ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 

મહત્વનું છે કે દેશમાં બાળકો માટે કોરોના રસીકરણની શરૂઆત 3 જાન્યુઆરીથી થઈ હતી. ત્યારે 15થી 18 વર્ષ ઉંમર વર્ગના કિશોરો માટે ભારત બાયોટેકની કોવૈક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ સરકારે માર્ચમાં અભિયાનનો વિસ્તાર કરતા 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોર્બેવૈક્સ વેક્સીનનો ઉપયોગ શરૂ કર્યો હતો. દેશમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને કોરોના વેક્સીનના બે ડોઝ લગાવવામાં આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news