શું આવતીકાલે સવારે ધો.10-12નું પરિણામ જાહેર થશે? શિક્ષણ બોર્ડે વાઈરલ પરિપત્રની જણાવી હકીકત, આખરે ફરિયાદ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નામથી ફેક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા ફેક પરિપત્રમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 17 મે 2022 એ જાહેર થશે એવી જાહેરાત કરાઈ છે.

શું આવતીકાલે સવારે ધો.10-12નું પરિણામ જાહેર થશે? શિક્ષણ બોર્ડે વાઈરલ પરિપત્રની જણાવી હકીકત, આખરે ફરિયાદ

અતુલ તિવારી/અમદાવાદ: ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 10 વાગ્યે જાહેર થવાના સમાચાર સોશિયલ મીડિયા સહિત અમુક માધ્યમોમાં વહેતા થયા હતા. જો કે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ અંગે જે પરિપત્ર વાયરલ થયો છે તે ફેક પરિપત્ર વાયરલ થયો છે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નામથી ફેક પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા ફેક પરિપત્રમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 17 મે 2022 એ જાહેર થશે એવી જાહેરાત કરાઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ગેરમાર્ગે દોરાયા હતા. પરિણામ gseb.org પર સવારે 8 વાગે જોઈ શકાશે તેવી ખોટી માહિતી વાયરલ કરાઈ હતી. જોકે હાલ બોર્ડ દ્વારા હાલ એક સ્પષ્ટતા કરવામાં આવી છે.

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ અંગે વાયરલ થયેલા ફેક પરિપત્ર અંગે શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયામાં પરિણામ જાહેર થવા અંગે ખોટી યાદી જાહેર કરનાર વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોને ગેરમાર્ગે દોરનાર ઇસમ સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરાશે. બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામની કોઈ તારીખ જાહેર કરાઈ નથી. 

શિક્ષણ બોર્ડે કરેલી સ્પષ્ટતામાં વધુમાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં પરિણામની તારીખ સાથે બનાવટી અખબારી યાદી જાહેર થઈ છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 17 મે 2022 નાં રોજ જાહેર થવાનું નથી.

નોંધનીય છે કે, 4 દિવસ અગાઉ ધોરણ.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયું હતું. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરાશે તેમ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news