Corona Update: એક દિવસમાં સૌથી વધુ લોકોને કોરોના રસી આપવાનો બન્યો રેકોર્ડ, જાણો વિગતો
કોરોના વાયરસ (Coronavirus) ના તાજા આંકડાએ મોટી રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25,166 દર્દીઓ નોંધાયા છે. નવા કેસનો આ આંકડો છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછો જોવા મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના તાજા આંકડાએ મોટી રાહત આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 25,166 દર્દીઓ નોંધાયા છે. નવા કેસનો આ આંકડો છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછો જોવા મળ્યો છે. છેલ્લા 50 દિવસથી સતત 50 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. એક્ટિવ કેસ ઘટીને 3,69,846 થયા છે. જે 146 દિવસમાં સૌથી ઓછા છે. કોવિડ-19નો રિકવરી દર 97.51 ટકા થયો છે.
કેરળમાં સૌથી વધુ કેસ
જે નવા કેસ નોંધાયા છે તેમાંથી સૌથી વધુ કેસ કેરળના છે જ્યાં 12294 નવા દર્દીઓ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં કુલ 437 લોકોના કોરોનાથી મોત થયા જેમાંથી કેરળમાં 142 દર્દીઓએ દમ તોડ્યો. મહારાષ્ટ્રમાં 100 દર્દીઓના મોત થયા. દેશમાં કોવિડ-19થી મૃત્યુદર લગભગ 1.34 ટકા છે.
સવા 2 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે કહ્યું કે રાજ્યોને અત્યાર સુધીમાં રસીના 56.81 કરોડ ડોઝ અપલબ્ધ કરાવવામાં આવેલા છે. જેમાંથી સવા બે કરોડથી વધુ ડોઝ હજુ પણ રાજ્યો તથા ખાનગી હોસ્પિટલો પાસે ઉપલબ્ધ છે.
COVID-19 | India reports 25,166 new cases in the last 24 hours, lowest in 154 days. Active cases decline to 3,69,846, lowest in 146 days; recovery at 97.51% pic.twitter.com/IPE5ABHSLd
— ANI (@ANI) August 17, 2021
ભારતે બનાવ્યો રેકોર્ડ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને એક વિશેષ ઉપલબ્ધની વાત કરી. ભારતે એક જ દિવસમાં 88.13 લાખ લોકોને કોરોના રસીના ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.
8⃣8️⃣Lakh
India achieves the highest single-day record in #COVID19 vaccine doses
Yesterday will go down in the history of the world's #LargestVaccineDrive
Congratulations 🇮🇳 pic.twitter.com/3aopCWcoH5
— Mansukh Mandaviya (@mansukhmandviya) August 17, 2021
છેલ્લા 5 દિવસથી આ પ્રકારે રહ્યો ટ્રેન્ડ
16 ઓગસ્ટે 32,937 નવા કેસ નોંધાયા હતા જ્યારે એક દિવસમાં 417 લોકોના મોત થયા હતા. તે અગાઉ 15 ઓગસ્ટે 36,083 નવા કેસ અને 493 મૃત્યુ, 14 ઓગસ્ટના રોજ 38,667 નવા કેસ, 478 મૃત્યુ, 13 ઓગસ્ટે 40,120 નવા કેસ અને 585 લોકોના મૃત્યુ, જ્યારે 12 ઓગસ્ટના રોજ 41,195 નવા દર્દીઓ અને 490 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે