PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક, કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની વધતી રફતાર બાદ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી.  આ અગાઉ તેમણે આજે સવારે 9 વાગે અધિકારીઓ સાથે ઈન્ટરનલ બેઠક કરી હતી.

PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક, કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની વધતી રફતાર બાદ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ અગાઉ તેમણે આજે સવારે 9 વાગે અધિકારીઓ સાથે ઈન્ટરનલ બેઠક કરી હતી. મુખ્યમંત્રીઓની બેઠક બાદ પીએમ મોદી બપોરે 12.30 વાગે ઓક્સિજન બનાવનારી કંપનીઓ સાથે બેઠક કરશે. 

કેજરીવાલે બેઠકમાં કરી આ અપીલ
મીટિંગ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત છે. જો અહીં ઓક્સિજન ઉત્પાદન કરતો પ્લાન્ટ નથી તો શું દિલ્હીના લોકોને ઓક્સિજન નહીં મળે? જ્યારે દિલ્હી માટે એક ઓક્સિજન ટેન્કરને બીજા રાજ્યમાં રોકવામાં આવે છે ત્યારે  કૃપા કરીને સૂચન આપો કે કેન્દ્ર સરકારમાં મારે કોની સાથે વાત કરવી જોઈએ? 

— ANI (@ANI) April 23, 2021

પીએમ મોદી સાથે બેઠકમાં આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ
પીએમ મોદી દેશના સૌથી વધુ કોરોના પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તામિલનાડુના મુખ્યમંત્રીઓ સામેલ છે. 

ઓક્સિજનનો સપ્લાયનો પડકાર સૌથી મોટું સંકટ
દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજનના સપ્લાયની સમસ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યો ઓક્સિજનની કમી સામે ઝઝૂમી રહ્યા છે. પીએમ મોદીએ આજે અનેક મંત્રાલયના અધિકારીઓ સાથે પણ બેઠક કરી. જેમાં તેમને ઓક્સિજનના સપ્લાયને તેજ કરવાનો નિર્દેશ આપ્યો. 

પીએમ મોદીનો નિર્દેશ હતો કે ઓક્સિજનનું પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં થઈ રહ્યું છે. પરંતુ સપ્લાયમાં મુશ્કેલી છે. તેને દૂર કરવી જોઈએ. જો હાલ બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું હોય તો તેના પર કડક પગલાં લેવાવા જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news