March 2025: માર્ચ મહિનામાં શનિ, સૂર્ય સહિતના 4 ગ્રહો બદલશે પોતાની ચાલ, સોનાની જેમ ચમકશે આ રાશિઓનું ભાગ્ય

March 2025: જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખાસ રહેવાનો છે. માર્ચ મહિનાની શરૂઆતમાં શુક્ર મીન રાશિમાં વક્રી થશે. ત્યાર પછી 15 માર્ચે બુધ મીન રાશિમાં અસ્ત થશે. 29 માર્ચે શનિ રાશિ પરિવર્તન કરશે. 30 માર્ચે મીન રાશિમાં સૂર્ય અને શનિની યુતિ સર્જાશે. આમ માર્ચ મહિનામાં શુભ ગ્રહો ગોચર કરશે જેનાથી 5 રાશિના લોકોને અત્યંત લાભ થશે. 
 

મેષ રાશિ 

1/6
image

જ્યોતિષ ગણના અનુસાર માર્ચ મહિનો મેષ રાશિના લોકો માટે અત્યંત શુભ છે. સૂર્યના પ્રભાવથી પરાક્રમમાં વૃદ્ધિ થશે અને આત્મવિશ્વાસ મજબૂત રહેશે. મહત્વના નિર્ણય માટે આ સમય સારો છે. આર્થિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે.   

મિથુન રાશિ 

2/6
image

મિથુન રાશિ માટે પણ માર્ચ મહિનો લાભકારી રહેવાનો છે. નવા કાર્યો માટે જે પ્રયાસ ચાલી રહ્યા હતા તેમાં સફળતા મળશે. વિદેશ સુધી વેપારનો વિસ્તાર થશે. નોકરી કરતા લોકો માટે સમય શુભ. પ્રમોશન મળી શકે છે. સુખ એશ્વર્યના સાધનોમાં વૃદ્ધિ થશે. પિતા તરફથી સંપત્તિનો લાભ થશે. 

કર્ક રાશિ 

3/6
image

આ રાશિના લોકો માટે પણ માર્ચ મહિનો ઉન્નતિ કરાવનાર છે. કરિયરમાં જબરદસ્ત સકારાત્મક ફેરફાર જોવા મળશે. નોકરી કરતા લોકોની બદલી થઈ શકે છે. મહિનાના બીજા ભાગમાં લાભ વધારે થશે. વેપારમાં અચાનક ધનલાભ થઈ શકે છે.   

કુંભ રાશિ 

4/6
image

માર્ચ મહિનો કુંભ રાશિ માટે અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં ગજબનો સુધારો દેખાશે. આખો મહિનો મહેનતનું ફળ મળશે. આવકમાં વધારો થઈ શકે છે.   

મીન રાશિ 

5/6
image

મીન રાશિ માટે પણ માર્ચ મહિનો લાભકારી રહેશે. ભૌતિક સુખના સાધનો વધશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે સમય ફળદાયી. કાર્ય સ્થળ પર ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે.  

6/6
image