અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત કર્યું

Relationship : અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગીર માતાપિતાએ ચેતીને રહેવાની જરૂર છે... અમદાવાદની બે સગીરા પરિવારને જાણ કર્યા વગર ગોવા જતી રહી હતી 

અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત કર્યું

Ahmedabad News : જ્યારથી સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે, ત્યારેથી યુવા વર્ગને સંભાળવું મુશ્કેલ બની ગયું છે. દેખાદેખીમાં સગીરો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. માતાપિતાના જાણ બહાર સગીરો બહાર કેવું કેવું કરતા થયા છે તેના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તારમાં બે સગીર બહેનપણીઓ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા બે સગીર યુવકો સાથે ગોવા ફરવા ગઈ હતી. તો બીજી તરફ, માતાપિતાએ બંનેને શોધવા આકાશપાતાળ એક કરી નાંખ્યા. પોલીસની પણ મદદ લીધી. 

અમદાવાદનો મજેદાર કિસ્સો 
બન્યું એમ હતું કે, શહેરના સરખેજ વિસ્તારમાં રહેતી બે સગીર બહેનપણીઓ થોડા દિવસો પહેલા ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતું બાદમાં પરત ફરી જ ન હતી. તેથી પરિવારજનોએ ટ્યુશનમાં શઓધ કરી તો ત્યાં બંને ન હતી. ટ્યુશનમાં ગયા બાદ જાણવા મળ્યું કે, ટ્યુશનમાં આવતા બે સગીર વિદ્યાર્થીઓ પણ ગુમ હતા. તેથી આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો. 

સરખેજ પોલીસની ટીમે અલગ અલગ ટીમ બનાવીને સગીર યુવક-યુવતીઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતું મોબાઈલ લોકેશન ટ્રેસ થઈ શક્તા ન હતા. કારણ કે, ચારેયના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા. તેથી પોલીસે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તથા તેમના નજીકના મિત્રોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કર્યા હતા. એક સગીર યુવક તેના બીજા મોબાઈલમાંથી ઈન્સ્ટાગ્રામ ચેટ કરીને નાણાં મંગાવતો હતો. આ માહિતી મેળવીને સરખેજ પોલીસે તપાસ હાથ ધરી હતી. 

જેમાં પોલીસને લોકેશન ગોવામાં હોવાનું જાણવા મળ્યું હતું. આ બાદ મહિલા પોલીસની ટીમ ફ્લાઈટ દ્વારા ગોવામાં મોકલાઈ હતી. જ્યાં ચારેય સગીર મળી આવ્યા હતા. 

ચારેયને અમદાવાદ લાવીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેઓએ પૂછપરછમા જણાવ્યું કે, ચારેય વચ્ચે મિત્રતા થઈ હતી. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી તેઓ સંપર્કમાં આવતા પ્રેમ સંબંધમાં બંધાયા હતા. 

  •  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news