EPF Rate Hike: ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
EPFO News Update: મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક થશે અને આ બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ માટે ઈપીએફ પર વ્યાજ દરને લઈને નિર્ણય લેવામાં આવશે.
Trending Photos
EPF Rate Hike: સોશિયલ સિક્યોરિટી સ્કીમ ચલાવનારી એમ્પલોય પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના આશરે 7 કરોડ ખાતાધારકો માટે આ સપ્તાહ ખાસ છે. 28 ફેબ્રુઆરી એટલે કે આ સપ્તાહે શુક્રવારે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠર યોજાઈ શકે છે, જેમાં નાણાકીય વર્ષ 2024-2025 માટે કર્મચારીઓના વ્યાજદર પર નિર્ણય લેવામાં આવી શકે છે. નાણાકીય વર્ષ 2023-2024માં પણ ઈપીએફ પર 8.25 ટકા વ્યાજ આપ્યું હતું.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાશે. અને આ બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ માટે EPF પર વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવશે. CBT તરફથી મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવને મંજૂરી માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. EPF ખાતાધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25 ટકા, 2022-23માં 8.15 ટકા અને 2021-22માં 8.10 ટકાના દરે વ્યાજ આપવામાં આવ્યું હતું. એવી સંભાવના છે કે ચાલુ નાણાકીય વર્ષમાં EPFOને તેના રોકાણ પર ઉત્તમ વળતર મળવાને કારણે આ વર્ષે પણ EPFO ખાતાધારકોને 8.25 ટકા વ્યાજ આપવામાં આવી શકે છે.
ખાનગી સેક્ટરમાં નોકરી કરનારા માટે ઈપીએફઓની સ્કીમ સૌથી મોટી સોશિયલ સિક્યોરિટી સ્કીમ માનવામાં આવે છે. ખાનગી સેક્ટરના કર્મચારીઓના પગારમાંથી દર મહિને એક નક્કી ભાગ પીએફના નામ પર કપાઈ છે અને એમ્પ્લોયર તરફથી પીએફમાં યોગદાન આપવામાં આવે છે. કર્મચારી નોકરી ગુમાવવા, ઘર બનાવવા કે ખરીદવા, સગાઈ-લગ્ન, બાળકોના શિક્ષણ કે નિવૃત્તિની સ્થિતિમાં પીએફના પૈસા ઉપાડી શકે છે.
તે વાતની સંભાવના છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં ઈપીએફઓના ખાતાધારકોને તેના રોકાણ પર રિટર્ન આપવા માટે વ્યાજ સ્ટેબલાઇઝેશન રિઝર્વ ફંડ (Interest Stabilisation Reserve Fund) બનાવવા પર ચર્ચા થાય. આ ફંડ બનાવવાનો ઉદ્દેશ્ય 7 કરોડ ઈપીએફઓ ખાતાધારકોને તેના પ્રોવિડેન્ટ ફંડ પર સ્થિર રિટર્ન આપવાનો છે. આની સાથે, વ્યાજ દરોમાં વધઘટના સમયે અથવા EPFOને તેના રોકાણ પર ઓછું વળતર મળવા છતાં પણ ખાતાધારકોને નિશ્ચિત વળતર આપી શકાય છે. જો આ યોજનાને EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા મંજૂરી આપવામાં આવે છે, તો તેને 2026-27થી લાગુ કરી શકાય છે. શ્રમ અને રોજગાર મંત્રી ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે