1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
TVS Jupiter CNG: ઓટો એક્સપોમાં રજૂ કરાયેલા જુપિટર સીએનજીમાં નવા અને સ્માર્ટ ફીચર આપવામાં આવ્યા છે. તેમાં એલઈડી હેડલાઇટ્સ, યુએસબી ચાર્જર, સ્ટેન્ડ-કટ ઓફ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળે છે.
Trending Photos
TVS Jupiter CNG Launching Soon: જો તમે પણ આવનારા સમયમાં કોઈ શાનદાર સ્કૂટર ખરીદવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં ટીવીએસએ જાન્યુઆરીમાં દિલ્હીમાં યોજાયેલા ઓટો એક્સપો 2025માં ઘણા નવા ટૂ-વ્હીલર મોડલ રજૂ કર્યાં હતા. તેમાં ટીવીએસ જુપિટર સીએનજીનું નામ પણ સામેલ છે. રિપોર્ટ્સ પ્રમાણે ટીવીએસ જુપિટર સીએનજી સ્કૂટર આવનાર કેટલાક મહિનામાં લોન્ચ કરી શકાય છે.
1 કિલો CNG માં કેટલું ચાલશે Jupiter CNG?
ટીવીએસ જુપિટર સીએનજી દુનિયાનું પ્રથમ સીએનજી પાવર્ડ સ્કૂટર કહેવામાં આવી રહ્યું છે. કંપનીનો દાવો છે કે તેની રનિંગ કોસ્ટ 1 રૂપિયા પ્રતિ કિલોમીટરથી પણ ઓછી છે. તેમાં 1.4 કિલોગ્રામનો સીએનજી ટેન્ક અન્ટરસીડ સ્ટોરેજ એરિયામાં રાખવામાં આવ્યો છે.
કંપનીનું કહેવું છે કે આ સ્કૂટર 1 કિલો સીએનજીમાં 84 કિલોમીટરની માઇલેજ આપશે. આ સાથે ટીવીએસ જુપિટર સીએનજી એકવાર ફુલ ટેન્ક થવા પર 226 કિલોમીટર સુધી ચાલશે.
TVS Jupiter CNG પાવરટ્રેન
જો પાવરટ્રેનની વાત કરીએ તો જુપિટર સીએનજીમાં OBD2B કમ્પલેન્ટ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં 125 સીસીનું બાયો-ફ્યૂલ એન્જિન છે, જે 600 rpm પર 5.3 કિલોવોટનો પાવર અને 5500 rpm પર 9.4 Nm નો ટોર્ક આપે છે.
જુપિટર CNG ના ફીચર્સ
જુપિટર સીએનજીમાં નવા અને સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં એલઈડી હેડલાઇટ્સ, યુએસબી ચાર્જર, સ્ટેન્ડ કટ-ઓફ, અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળે છે. આ સ્કૂટર ઈકો-ફ્રેન્ડલી અને ફ્યૂલ-સેવિંગ માટે ખાસ તૈયાર કરી બનાવવામાં આવ્યું છે.
સંભવિત કિંમત
અત્યારે ટીવીએસ જુપિટર 125 પેટ્રોલ વર્ઝનની કિંમત 88174 રૂપિયાથી 99015 રૂપિયા વચ્ચે છે, જે વેરિએન્ટ પર નિર્ભર કરે છે. માનવામાં આવી રહ્યું છે કે તેનું સીએનસી વર્ઝન પણ આ રેન્જમાં લોન્ચ થશે. એટલે કે આશરે 90 હજારથી 99 હજાર વચ્ચે. પરંતુ તેમાં સીએનજી ટેન્ક હોવાને કારણે બૂટ સ્પેસ થોડી ઓછી મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે