Ice on Skin: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત

Ice on Skin: ગરમીના દિવસોમાં સ્કિન કેર કરવા માંગતા હોય તો આઈસ મસાજ બેસ્ટ ઓપ્શન સાબિત થશે. સ્કિન પર બરફ વડે મસાજ કરવાથી સ્કિન સુંદર દેખાય છે અને સાથે જ સ્કિન પ્રોબ્લેમ પણ દુર થાય છે.
 

Ice on Skin: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત

Ice on Skin: સ્કીન કેર ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં ત્વચાનું ધ્યાન રાખવું સૌથી વધુ મહત્વનું છે. કારણકે તડકાના કારણે ત્વચા ડેમેજ ઝડપથી થઈ જાય છે. જો તમે ઉનાળા માટે યોગ્ય સ્કિન કેર શોધી રહ્યા છો તો કોલ્ડ થેરાપી તમારા માટે સારી સાબિત થઈ શકે છે. કોલ્ડ થેરાપી એટલે કે ત્વચા પર બરફથી મસાજ કરવી.

ત્વચા પર બરફથી મસાજ કરવાથી સોજા ઓછા થાય છે અને પોર્સ પણ ટાઈટ થાય છે. બરફથી મસાજ કરવાથી સ્કિનમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે જેના કારણે ઇન્સ્ટન્ટ ગ્લો મળે છે. 

ચહેરા પર બરફથી મસાજ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. કોરિયન સ્કીન કેરમાં પણ આઈસ થેરાપી લોકપ્રિય છે. ચહેરા પર યોગ્ય રીતે જો બરફથી મસાજ કરવામાં આવે તો ત્વચાને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે. 

આઈસ મસાજથી થતા ફાયદા 

- ત્વચા પર બરફથી મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ત્વચા પર નેચરલ ગ્લો દેખાવા લાગે છે. 

- જ્યારે તમે થાકેલા હોય ત્યારે સ્કિન પર બરફથી મસાજ કરશો તો તુરંત જ ફ્રેશ લુક મળશે. 

- સ્કિન પર બરફ લગાડવાથી એક્સ્ટ્રા ઓઇલ ઓછું થાય છે અને પોર્સ ટાઈટ થાય છે જેના કારણે ખીલની સમસ્યાથી રાહત મળે છે. 

- જે લોકોને ડાર્ક સર્કલ વધારે હોય તેમણે પણ બરફથી મસાજ કરવી જોઈએ. તેનાથી બ્લડ વેન્સ એક્ટિવ થાય છે અને આંખની પફીનેસ તેમજ ડાર્ક સર્કલ દૂર થાય છે. 

- બરફ લગાડવાથી સ્કીનમાં જે એક્સ્ટ્રા ઓઇલ હોય છે તે કંટ્રોલમાં રહે છે પરિણામે મેકઅપ સારી રીતે ટકે છે. મેકઅપ કરતા પહેલા બરફ લગાડવાથી લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ મળે છે. 

- તડકાના કારણે જો ટેનિંગ થઈ ગયું હોય તો સ્કિન પર બરફ લગાડો. તેનાથી સ્કિનને ઠંડક મળશે અને સન બર્ન જેવી તકલીફ પણ દૂર થશે. 

ચહેરા પર બરફ કેવી રીતે લગાડવો ?

ઉપર જણાવેલા ફાયદા મેળવવા હોય તો બરફને યોગ્ય રીતે સ્કીન પર અપ્લાય કરો. તેના માટે એક સાફ કોટનના કપડામાં બરફના ટુકડા બાંધો અને પછી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. એક મિનિટ માટે બરફના ચહેરા પર લગાવો અને પછી થોડી સેકન્ડનો બ્રેક આપો. ત્યાર પછી ફરીથી બરફથી મસાજ કરો. 10 મિનિટ સ્કિન પર અલગ અલગ જગ્યાએ આઈસ મસાજ કરો. ચહેરા પર ક્યારેય ડાયરેક્ટ બરફને અપ્લાય ન કરો. બરફને હંમેશા કપડામાં બાંધીને જ અપ્લાય કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news