દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટે ઘેરી લીધુ, દહેશતભર્યા માહોલનો જુઓ Video

કોઈ વિમાન આકાશમાં ઉડતું હોય અને અચાનક તેની આજુબાજુ ફાઈટર જેટ્સ આવીને ઉડતા હોય તો વિમાનની અંદર બેઠેલા મુસાફરોની શું સ્થિતિ થાય? આવું જ કઈક અમેરિકન એરલાઈન્સના વિમાન સાથે થયું. જાણો શું છે મામલો. 

દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટે ઘેરી લીધુ, દહેશતભર્યા માહોલનો જુઓ Video

ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઈન્સની એક ફ્લાઈટનો રસ્તો બદલીને તેને રોમ મોકલી દેવાઈ. વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની કથિત ધમકીના પગલે ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી. અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ નંબરAA292 ન્યૂયોર્કના JFK ઈન્ટરનેશનલ એરપોર્ટથી 22 ફેબ્રુઆરીએ રવાના થઈ હતી અને તે દિલ્હી પહોંચવાની હતી. પરંતુ તેનો રસ્તો બદલી નાખવામાં આવ્યો. 

કેવો હતો આકાશનો મંજર
આ ફ્લાઈટનો રસ્તો બદલવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ખુબ ચોંકાવનારો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આકાશમાં વિમાન ઉડી રહ્યું છે અને તેની ડાબી તથા જમણી બાજુ બે ફાઈટર જેટ યુરોફાઈટર ઉડી રહ્યા છે. આ બંને ફાઈટર વિમાનની એટલી નજીક છે કે અંદર  બેઠેલા મુસાફરો ગભરાઈ જાય  તે સ્વાભાવિક છે. તેઓ પોતાની બારીઓમાંથી જોતા હશે કે તેમની બંને બાજુ ફાઈટર વિમાનો ઉડી રહ્યા છે.

ફિલ્મી સીન જેવું લાગ્યું
પોતાની બંને બાજુ ફાઈટર જેટ્સને ઉડતા જોઈને મુસાફરોને જોખમનો અંદાજો સ્વાભાવિક રીતે થયો હશે. કારણ કે ફાઈટર જેટ પોતાની નજીક જોઈને તેમને કોઈ અનહોની થઈ હોવાનો ડર લાગ્યો હશે. વીડિયો જોઈને બિલકુલ એવું લાગે છે કે જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય હોય. સામાન્ય રીતે રસ્તા પર ગાડીની આજુબાજુ આવી રીતે ગાડીઓ આવતી આપણે જોઈ હશે પરંતુ આ તો આકાશમાં વિમાન જોવા મળ્યા. 

Italian Air Force Eurofighters can be seen escorting the Boeing 787-9 (N840AN) as it touches down. pic.twitter.com/3y90Ncmpxv

— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) February 23, 2025

🎥 Must-see footage ⬇️ #AA292 #Breaking NewYork-Delhi pic.twitter.com/rTTdQiLIAY

— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) February 23, 2025

શું કહ્યું એરલાઈને
અમેરિકન એરલાઈન્સની વેબસાઈટ પર હાજર જાણકારી મુજબ ફ્લાઈટ AA292, 22 ફેબ્રુઆરીના રોજ રાતે 8:14 વાગે ન્યૂયોર્કના જેએફકે એરપોર્ટથી ઉડી.  ફ્લાઈટની સ્થિતિ અને માર્ગ પરિવર્તનના કારણે વિશે અમેરિકન એરલાઈન્સ તથા ફેડરલ વિમાનન પ્રશાસનને કરાયેલી પૂછપરછનો હાલ કોઈ જવાબ મળ્યો નથી. એરલાઈને એક નિવેદનમાં કહ્યું કે સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે અમારા ગ્રાહકોનો તેમની સમજદારી માટે આભાર વ્યક્ત કરીએ છીએ. 

મામલાની જાણકારી ધરાવતા એ વરિષ્ઠ અધિકારીના હવાલે એબીસી ન્યૂઝે જણાવ્યું કે ઈમેઈલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી પરંતુ તેને નિરાધાર ગણવામાં આવી. અધિકારીએ  કહ્યું કે ભારતીય અધિકારીઓએ એ વાત પર ભાર મૂક્યો કે વિમાનને દિલ્હીમાં ઉતરતા પહેલા ચેકઆઉટ કરવામાં આવે. એરલાઈને કહ્યું કે વિમાનમાં 199 મુસાફરો અને 15 ક્રુ સભ્યો હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news