IND vs PAK: કોહલીનો વાર... હાર્દિકની ધાર, ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું

India vs Pakistan:  પાકિસ્તાનનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. ભારત સામે કરો યા મરો મેચમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે.

IND vs PAK: કોહલીનો વાર... હાર્દિકની ધાર, ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું

India vs Pakistan:  પાકિસ્તાનનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. ભારત સામે કરો યા મરો મેચમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ શાનદાર પ્રદર્શન કરતા 111 બોલમાં અણનમ સદી ફટકારી ભારતના વિજયનો પાયો નાખ્યો હતો. આ હાર સાથે પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે. તે જ સમયે, શુભમન ગિલ અને શ્રેયસ ઐયરે પણ પોતાની ઇનિંગ્સથી મેચને એકતરફી બનાવી દીધી હતી. વિરાટે પોતાની વન-ડે કારકીર્દીની 51મી સદી ફટકારી હતી. ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને 241 રનમાં પાકિસ્તાનને ઓલ આઉટ કરી દીધુ હતું.

પાકિસ્તાને ટોસ જીત્યો

પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆત શાનદાર રહી, પરંતુ બાબર આઝમે 41 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી. આના થોડા સમય પછી, ઇમામ હક રન આઉટ થયો. ઓપનરો નિષ્ફળ ગયા પછી, કેપ્ટન મોહમ્મદ રિઝવાને બાજી સંભાળી અને બીજા છેડેથી, સઈદ શકીલે પણ જોરદાર પ્રદર્શન કર્યું. રિઝવાને 46 રન બનાવ્યા જ્યારે શકીલે 62 રન બનાવ્યા અને કોઈક રીતે ટીમનો સ્કોર 241 સુધી પહોંચાડ્યો.

ભારતની જોરદાર બોલિંગ

ટીમ ઈન્ડિયા તરફથી જોરદાર બોલિંગ જોવા મળી હતી. હાર્દિક પંડ્યાએ બાબર આઝમ અને સઈદ શકીલની વિકેટ લઈને મેચનું પરિણામ બદલી નાખ્યું છે. તે જ સમયે, કુલદીપ યાદવે પણ 3 વિકેટ લીધી. બેટિંગમાં, ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલે 46 રનની શાનદાર ઇનિંગ રમી. તે જ સમયે, વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 100 રન માર્યા હતા. શ્રેયસ ઐયરે પણ 56 રનની ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને જીતના ઉંબરે પહોંચાડી હતી.

વિરાટની શાનદાર સદી

વિરાટ કોહલીએ મેચમાં ઉત્સાહ ઉમેર્યો હતો. તેણે વિજયની છેલ્લી ક્ષણે શાનદાર ચોગ્ગો ફટકાર્યો અને પોતાની સદી પૂર્ણ કરી હતી. વિરાટે વનડે ક્રિકેટમાં પોતાની 51મી સદી ફટકારી. આ મેચમાં વિરાટ કોહલીએ 14 હજાર રન પૂરા કર્યા અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. ભારતે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો સરળ બનાવી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news