સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Ahmedabad: અમદાવાદની સાબરમતી જેલ ફરી વિવાદમાં આવી છે. સાબરમતી જેલના નામનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ઇન્સ્ટાગ્રામ આઈડી પર કેદી આરામ કરતા હોય તે પ્રકારનો તથા મુલાકાતીઓ કેદીને મળવા આવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Trending Photos
Ahmedabad: અમદાવાદની સાબરમતી જેલનો કથિત વીડિયો વાયરલ થયો છે. જેલમાં કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખુમાનસિંહ ઝાલા નામના વ્યક્તિના નામે ઈન્સ્ટાગ્રામ પર વડિયો વાયરલ થયો છે. અહીં કેદીઓની મુલાકાત સમયનો પણ વીડિયો મુકવામાં આવ્યો છે. જેલની અંદરનો વીડિયો વાયરલ થતા સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. વાયરલ વીડિયો સાબરમતી જેલનો હોવાનો દાવો થઈ રહ્યો છે. Zee 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
જેલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
વાઇરલ વીડિયો સાબરમતી જેલનો હોવાનો દાવો સાબરમતી સેન્ટ્રલ જેલના નામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જેલમાં કેદીઓ આરામ કરતા દેખાય છે. Instagram પર કેદીઓની મુલાકાતનો સમયનો પણ વીડિયો સામે આવ્યો છે. આ ઉપરાંત કેદીઓને મુલાકાતીઓ મળવા આવતા હોય તે પણ દેખાય છે.
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ#ahmedabad #sabarmatijail #news #zee24kalak pic.twitter.com/T01f6knhP0
— Zee 24 Kalak (@Zee24Kalak) February 23, 2025
વાયરલ થતા સુરક્ષા સામે ઊઠ્યા સવાલો
ખુમાનસિંહ ઝાલા નામના વ્યક્તિના નામે instagram પર વીડિયો વાયરલ થયો છે. જેમાં જેલમાં કેદીઓ આરામ કરતા હોય તે સમયનો વીડિયો હોય તેવું જોઈ શકાય છે. સાબરમતી સેન્ટ્રલ જેલની અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.
આ મામલે કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવશે. જો કે સાબરમતી જેલના DYSP પરેશ સોલંકીએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો સાબરમતી જેલનો નથી અને વીડિયો જે એકાઉન્ટ પર અપલોડ થયો છે તે વ્યક્તિ ખુમાનસિંહ ઝાલા પણ સાબરમતી જેલમાં નથી. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે