IND vs PAK : પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ-પ્રોફાઈલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જો ભારત પાકિસ્તાન સામેની આ મેચ જીતી જાય છે, તો તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે જ વર્તમાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની સફરનો અંત આવશે.
Trending Photos
IND vs PAK : ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ-પ્રોફાઈલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જો ભારત પાકિસ્તાન સામેની આ મેચ જીતી જાય છે, તો તે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે જ વર્તમાન ટૂર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની સફરનો અંત આવશે. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને કહ્યું કે તેની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત ફખર ઝમાનની જગ્યાએ ડાબોડી બેટ્સમેન ઈમામ ઉલ હક ક્રિઝ પર આવ્યો છે. તો ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ગ્રૂપ Aમાંથી સેમિફાઇનલની રેસમાં રહેવા માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન માટે આ મેચ જીતવી જરૂરી રહેશે. બીજી તરફ જો ભારત જીતશે તો સેમીફાઈનલમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. જો પાકિસ્તાનની ટીમ હારશે તો તેનું બહાર થવું લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં એક ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ માટે રમશે, જ્યારે બીજી ટીમ આશા જીવંત રાખવા માટે રમશે. 2023 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે છેલ્લી ODI મેચ અમદાવાદમાં રમાઈ હતી. તે મેચમાં ભારતે સાત વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
બંને દેેશોની પ્લેઈંગ-11
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
પાકિસ્તાન: ઇમામ ઉલ હક, બાબર આઝમ, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર/કેપ્ટન), સલમાન આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ, અબરાર અહેમદ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે