Hair Fall Tips: પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ આયુર્વેદિક વસ્તુ,અટકી જશે હેર ફોલ

Hair Fall Control Tips: ગર્ભાવસ્થા પછી વાળ ખરવાની સમસ્યા ગંભીર રીતે વધી જાય છે.આ સમયે યોગ્ય ઉપાય ન કરવામાં આવે તો માથામાં ટાલ દેખાવા લાગે છે. ગર્ભાવસ્થા પછી ખરતા વાળને રોકવા માટે તમે આ ટીપ્સ ફોલો કરી શકો છો. 
 

Hair Fall Tips: પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ આયુર્વેદિક વસ્તુ,અટકી જશે હેર ફોલ

Hair Fall Control Tips: પ્રેગનેન્સી પછી મહિલાઓના શરીરમાં ઘણા બધા ફેરફાર થાય છે. બાળકના જન્મ પછી સૌથી ગંભીર સમસ્યા હોય છે હેરફોલ. મોટાભાગની મહિલાઓને આ સમસ્યા સતાવે છે. વાળ ખરવા એક નેચરલ પ્રક્રિયા છે પરંતુ પ્રેગ્નન્સી પછી વાળ ખરવાનું પ્રમાણ વધી જતું હોય છે. પ્રેગ્નન્સી પછી અચાનક મહિલાઓના વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે તેના કારણે સ્ટ્રેસ પણ વધી જાય છે. બાળકના જન્મ પછી વાળ ખરવાનું કારણ શરીરમાં થયેલા હોર્મોનલ ફેરફાર જવાબદાર હોઈ શકે છે. 

પ્રેગ્નન્સી દરમિયાન અને બાળકના જન્મ પછી સ્ત્રીના શરીરમાં જે ફેરફાર થાય છે તેના કારણે હેરફોલની સમસ્યા વધી જતી હોય છે. જોકે આ તકલીફ થોડા સમય માટે જ રહે છે પરંતુ આ સમય દરમિયાન વાળની માવજત કરવી જરૂરી છે. જ્યારે વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય ત્યારે કેટલીક જરૂરી ટિપ્સ ફોલો કરવામાં આવે તો ખરતા વાળ ઝડપથી અટકે છે અને નવા વાળનો ગ્રોથ પણ ઝડપથી થાય છે. પ્રેગનેન્સી પછી હેર ફોલ રોકવો હોય અને હેર ગ્રોથ વધારવો હોય તો આ ટિપ્સ ફોલો કરવી જોઈએ. 

પ્રેગ્નન્સી પછી હેર ફોલ રોકવાની ટિપ્સ 

ભૃંગરાજ અને આમળા 

ખરતા વાળની સમસ્યાને ઘટાડવા માટે અને નવા વાળનો ગ્રોથ વધારવા માટે ભૂંગરાજ અને આમળાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં આ તેલને વાળ માટે વરદાન ગણવામાં આવે છે. હેર ફોલ રોકવા માટે બ્રામ્હી, ભ્રંગરાજ કે આમળાના તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલ વડે માથામાં નિયમિત માલીશ કરવી જોઈએ જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે અને વાળ ખરતા બંધ થાય. 

અશ્વગંધા અને શતાવરી 

વાળ ખરતા અટકે તેની સાથે જ નવા વાળનો ગ્રોથ પણ ઝડપથી થાય તે માટે ડાયટમાં અશ્વગંધા, શતાવરી અને ત્રિફળા જેવી આયુર્વેદિક ઔષધીઓને સામેલ કરવી જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાથી ખરતા વાળ અટકે છે. તેનાથી હોર્મોન્સ સંતુલિત થાય છે અને હેર ફોલની સમસ્યાથી રાહત મળે છે. 

હર્બલ હેર માસ્ક

વાળ મજબૂત બને અને ખરતા અટકે તે માટે વાળને પોષણ મળે તે જરૂરી હોય છે. વાળને પોષણ મળે તે માટે હર્બલ હેર માસ્ક નો ઉપયોગ કરવો જોઈએ. માથામાં લગાડવા માટે મેથી, આમળા અને શિકાકાઈ જેવી જડીબુટ્ટીઓની મદદથી ઘરે માસ્ક બનાવી શકાય છે. આ સાથે જ વાળને ધોવા માટે યોગ્ય શેમ્પુ અને કન્ડિશનર પસંદ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news