મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, મેચ વિનર ખેલાડી અચાનક પડ્યો બીમાર
Ind vs Pak : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના જંગને હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ પહેલા જ ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. એક સ્ટાર પ્લેયરની તબિયત અચાનક બગડી છે, જેના કારણે તેણે ટ્રેનિંગ સેશનમાં પણ ભાગ લીધો ન હતો.
Trending Photos
Ind vs Pak : દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 23 ફેબ્રુઆરીએ ICC ચેમ્પિયન્સ ટ્રોફીના મહામુકાબલામાં ભારતનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. મેચમાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. રોહિત શર્માની આગેવાની હેઠળના ભારતે બાંગ્લાદેશ સામે જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. બીજી તરફ યજમાન પાકિસ્તાનને આ સપ્તાહની શરૂઆતમાં કરાચીમાં ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 60 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, એક સ્ટાર પ્લેયરની તબિયત અચાનક ખરાબ થઈ હતી જેના કારણે તેણે ટ્રેનિંગ સેશનમાં પણ ભાગ લીધો ન હતો.
આ સ્ટાર પ્લેયર બીમાર પડ્યો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે ભારતની ટક્કર પહેલા સ્ટાર વિકેટકીપર રિષભ પંત વાયરલ ફીવરની ઝપેટમાં આવી ગયો છે. મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય બેટ્સમેન અને ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલે પુષ્ટિ કરી હતી કે પંત 22 ફેબ્રુઆરીએ તાલીમ સેશનમાં હાજર રહ્યો ન હતો. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં કેએલ રાહુલને ઋષભ પંત કરતાં વિકેટકીપર બેટ્સમેન તરીકે પસંદગી આપવામાં આવી હતી. પંત આ મેચના પ્લેઇંગ-11નો ભાગ નહોતો.
કેએલ રાહુલને તક મળી
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટૂર્નામેન્ટમાં ભારત માટે કોણ વિકેટકીપર હશે તે અંગે શંકા હતી. 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામેની મેચ માટે ભારતે કેએલ રાહુલને પ્રાથમિકતા આપી, જેણે 47 બોલમાં અણનમ 41 રન બનાવ્યા જ્યારે ગિલ સાથે પાંચમી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાની જીતમાં યોગદાન આપ્યું. ભારતે દુબઈમાં પોતાના અભિયાનની શરૂઆત આ મેચ 6 વિકેટથી જીતીને કરી હતી. રાહુલ પાકિસ્તાન સામે પણ રમશે તે નિશ્ચિત છે.
ગિલે આપ્યું નિવેદન
ગિલે પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, ઋષભ પંતને વાયરલ ફીવર છે અને તેથી જ તે આજે ટ્રેનિંગમાં હાજર રહ્યો નહોતો. પાકિસ્તાન સામેની હાઈવોલ્ટેજ મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ ઘણો પરસેવો પાડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે