ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવા રહેવું પડશે તૈયાર
ગુજરાત સરકારે વેટ, મહેસૂલ, સ્ટેમ્પ વિદ્યુત શુલ્ક, વાહન ટેક્સ સહિતના કરવેરાની આવકો વધી ગઈ છે. પરંતુ શું તમને ખબર છે ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારમાં કેટલો ટેક્સ ચૂકવ્યો છે? કદાચ આ સવાલનો જવાબ તમને ખબર નહીં હોય, પરંતુ અમે તમને જણાવી દઈએ કે દરેક ગુજરાતીએ ચાલું વર્ષે રૂપિયા 20,400નો ટેક્સ ચૂકવ્યો છે અને હવે આગામી વર્ષમાં દરેક લોકોએ 21,890 રૂપિયા ટેક્સ ભરવા માટે તૈયાર રહેવું પડશે.
Trending Photos
Gujarat Government: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે અને જનતા માટે બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ એક પછી એક માહિતી સામે આવી રહી છે. ગુજરાત સરકારે વેટ, મહેસૂલ, સ્ટેમ્પ વિદ્યુત શુલ્ક, વાહન ટેક્સ સહિતના કરવેરાની આવકો વધી ગઈ છે. પરંતુ શું તમને ખબર છે ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારમાં કેટલો ટેક્સ ચૂકવ્યો છે? કદાચ આ સવાલનો જવાબ તમને ખબર નહીં હોય, પરંતુ અમે તમને જણાવી દઈએ કે દરેક ગુજરાતીએ ચાલું વર્ષે રૂપિયા 20,400નો ટેક્સ ચૂકવ્યો છે અને હવે આગામી વર્ષમાં દરેક લોકોએ 21,890 રૂપિયા ટેક્સ ભરવા માટે તૈયાર રહેવું પડશે.
એક જ વર્ષમાં ગુજરાત સરકારને રાજ્ય કરવેરામાં રૂપિયા 24,220 કરોડનો વધારો મળશે. સરકાર સામાજિક વિકાસ માટે માથાદીઠ રૂપિયા 18,133 ખર્ચ કરીને રૂપિયા 21,980 વસૂલશે. આ સિવાય રાજ્યની આવકોમાં સ્ટેમ્પ ડ્યૂટી-રજિસ્ટ્રેશન પેટે પણ સૌથી વધુ આવક સરકારની તિજોરીમાં આવી રહી છે.
ગુજરાત સરકાર કેવો ટેક્સ જનતા પાસેથી વસૂલે છે ?
ગુજરાત સરકાર દ્વારા ૧૧ કરવેરા મારફતે આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૧,૫૮,૪૮૨ કરોડ વસૂલશે. જેમાં વેટ, સ્ટેમ્પ ડયૂટી- રજિસ્ટ્રેશન ફી, વિદ્યુત શુલ્ક અને ટેક્સ, વાહનવેરો, સ્ટેટ GST અને જમીન મહેસૂલનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાજ્યને રૂ.૧,૪૭,૬૭૯ કરોડની આવક થવાની ધારણા છે. નવા નાણાકીય વર્ષ ૨૫-૨૬ માટે સરકારે રૂ.૧,૫૮,૪૮૨ કરોડની આવક વિવિધ કરવેરા પેટે થશે તેવો અંદાજ મુક્યો છે. જે ચાલુ નાણાકીય વર્ષના સાપેક્ષમાં ૭.૩૦ ટકાનો વધારો સુચવે છે.
રાજ્ય સરકાર નવા નાણાકીય વર્ષમાં માથાદીઠ રૂ.50,043 ખર્ચ કરશે. જેમાં સામાજિક વિકાસ માટે રૂ.18,133 અને આર્થિક વિકાસની પાછળ રૂ.14,365 ખર્ચ રહેશે. રાજ્યના કરવેરાની 11 આવકોમાં સ્ટેમ્પ ડ્યુટી- રજિસ્ટ્રેશન પેટે સૌથી વધારે આવક સરકારની તિજોરીમાં જમા થાય છે. ત્યારપછી વિદ્યુત વેરાનો સમાવેશ થાય છે.
નાણામંત્રી દ્વારા વિધાનસભામાં રજૂ થયેલા રૂ.3.70,250 કરોડના બજેટમાં જ કરવેરાની આવકનો હિસ્સો રૂ.2,07,883 કરોડનો છે. જેમાં રાજ્યના કરવેરાનો હિસ્સો રૂ.1,58,482 કરોડ અર્થાત 76.23 ટકા થવા જાય છે. આ ગણતરી ચાલુ નાણાકીય વર્ષે રાજ્ય સરકારે માથાદીઠ ટેક્સની વસૂલી રૂ.20,400 કરી છે. વર્ષ 23-24માં રાજ્યને પોતાના કરવેરાઓમાં રૂપિયા 1,34,262 કરોડની આવક મળી હતી. આગામી નાણાકીય વર્ષમાં રૂ.24,220 કરોડના વધારા સાથે રૂ.1,58,482 કરોડ મળશે તેમ બજેટમાં કહેવાયુ છે.
સરકાર ક્યાં ખર્ચ કરે છે ?
વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકારે શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, સેનિટેશન, સામાજિક સુરક્ષા, પોષણ, શહેરી સુવિધા, શ્રમિક અને વંચિત સમાજના વર્ગોનું કલ્યાણ માટે રૂ.૧,૦૦,૯૫૫ કરોડનો ખર્ચ કર્યો હતો. હવે આ જ ક્ષેત્રો માટે ખર્ચ ૨૦૨૪-૨૫માં વધીને રૂ.૧,૧૭,૦૩૮ કરોડ સુચવાયો છે. જેના માટે વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં તેના માટે રૂ.૧,૩૪,૧૮૩ કરોડની જોગવાઈ થઈ છે. સામાજીક ક્ષેત્રો ઉપરાંત આર્થિક સેવામાં કૃષિ, સિંચાઈ, સંકલિત વિકાસ, ઉદ્યોગ, ઉર્જા વિકાસ, ગ્રામ વિકાસ અને રોજગારી, રોડ-રસ્તા, ભવન નિર્માણ, પરિવહન, બંદરોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે