ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર

તમે ભારત- પાકિસ્તાન મેચ એકદમ ફ્રી જોઈ શકો છો. આ માટે તમે Jio, Airtel અને Viની 'ડબલ મઝા' ઓફરનો લાભ લઈ શકો છો. જાણો ઑફરમાં તમને શું મળશે?
 

ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર

India Pakistan Match Free Stream: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શાનદાર મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2.30 કલાકે મેચ શરૂ થશે. તમે jiohotstar પર આ મેચનું ટેલિકાસ્ટ જોઈ શકો છો. Jio, Airtel, Viના એવા કેટલાક રિચાર્જ પ્લાન છે જેની સાથે Jiohotstar સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ છે. આ સિવાય તમને અનલિમિટેડ કોલિંગની સાથે ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં રિચાર્જ કરવાથી તમને ડબલ મજા મળશે.

Jioનો 195 રૂપિયાનો ડેટા પેક

  • Jioએ હાલમાં જ યુઝર્સ માટે 195 રૂપિયાનો નવો ડેટા પ્લાન રજૂ કર્યો છે. આ ડેટા પ્લાન હોવાથી તમને આ રિચાર્જ પ્લાનમાં કોલિંગની સુવિધા નહીં મળે. આ પ્લાનમાં તમને મળશે-
  • 90 દિવસની વેલિડિટી
  • કુલ 15GB ડેટા
  • 90 દિવસ માટે JioHotstar મોબાઇલનું મફત સબ્સ્ક્રિપ્શન.

Jio નો 949 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

  • 84 દિવસની વેલિડિટી તમને આ પ્લાનમાં મળશે.
  • બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ
  • દૈનિક 2GB (એટલે ​​​​કે કુલ 168GB) ડેટા ઉપલબ્ધ છે.
  • દરરોજ 100 SMS મોકલવાની સુવિધા.
  • અનલિમિટેડ 5G ડેટા
  • 84 દિવસ માટે JioHotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન
  • Jio TV અને Jio Cloud જેવા વધારાના લાભો

એરટેલ 160 રૂપિયાનું ડેટા પેક

  • આ પ્લાન 7 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ હશે.
  • કુલ 5GB ડેટા મળશે.
  • 3 મહિના માટે JioHotstar સબસ્ક્રિપ્શન મફતમાં ઉપલબ્ધ રહેશે.
  • આ સિવાય તમે 398 રૂપિયાના એરટેલ પ્રીપેડ પ્લાનનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ છે. તમને અનલિમિટેડ કૉલિંગ, રોજ 100 SMS સાથે દરરોજ 2GB ડેટા મળશે. આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા, 28 દિવસ માટે JioHotstar સબસ્ક્રિપ્શન અને ફ્રી હેલોટ્યુન્સ જેવી ઑફર્સ પણ ઉપલબ્ધ હશે.

Vi નો 151 રૂપિયાનો ડેટા પેક

  • Viનો આ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ હશે. આ સિવાય આ પ્લાનમાં યુઝરને 4GB ડેટા મળશે. યુઝરને 3 મહિના માટે JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે.

Vi નો 469 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

  • આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળશે.
  • અનલિમિટેડ કૉલિંગ
  • દૈનિક 100 SMS
  • દરરોજ 2GB ડેટા મળશે
  • આ પ્લાનમાં તમને 3 મહિના માટે JioHotstar સબસ્ક્રિપ્શન પણ મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news