Mangal Margi 2025: 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય

Mangal Margi 2025: મિથુન રાશિમાં ગોચર કરતાં મંગળની ચાલ હાલ વક્રી છે. પરંતુ 24 ફેબ્રુઆરી 2025 ના રોજ મંગળ માર્ગી થઈ જશે. મંગળ માર્ગી થઈને 3 રાશિઓને સુખ-સમૃદ્ધિનું વરદાન આપશે. 
 

Mangal Margi 2025: 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય

Mangal Margi 2025: ગ્રહોના સેનાપતિ મંગળ શક્તિ સાહસ, યુદ્ધ, ઉર્જા વગેરેનું પ્રતીક ગણાય છે. જ્યારે મંગળનો પ્રકોપ હોય છે ત્યારે જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે. પરંતુ જ્યારે મંગળ શુભ ફળ આપે છે તો જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહની માર્ગી અને વક્રી બંને સ્થિતિ 12  રાશિઓના લોકો પર સારો અને ખરાબ પ્રભાવ પાડે છે. 

24 ફેબ્રુઆરી 2025 અને સોમવારે મંગળ પોતાની શત્રુ રાશિ મિથુનમાં માર્ગી થશે. સોમવારે સવારે 05.17 મિનિટે મિથુન રાશિમાં મંગળ માર્ગી થઈ જશે. મિથુન રાશિ મંગળના શત્રુ બુધની રાશિ છે. બુધની રાશિમાં મંગળનું માર્ગી થવું 3  રાશિઓને લાભ કરાવશે. ચાલો જાણીએ આ ત્રણ રાશિ કઈ છે? 

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને મિથુન રાશિની માર્ગી ચાલ લાભ કરાવશે. અટકેલા કાર્યો પૂરા થઈ શકશે. સંબંધમાં ચાલી રહેલી સમસ્યાઓ અને ઉતાર ચઢાવ દૂર થશે. આપસી સમજથી સંબંધો મજબૂત થશે. કામકાજની બાબતોમાં સમય સારો રહેશે. વેપાર પણ સારો ચાલશે. 

તુલા રાશિ 

તુલા રાશિ માટે પણ મંગળ ફળદાઇ રહેશે. ઘરમાં મહેમાનનું આગમન થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં લાભ થશે. મહેનતનું ફળ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જો કોઈ ચિંતા કે સમસ્યા હતી તો તે દૂર થવા લાગશે. 

કુંભ રાશિ 

કુંભ રાશિના લોકો માટે પણ સમય સારો શરૂ થશે. સામાજિક સ્તર પર માન સન્માન વધશે. કાર્યક્ષેત્રમાં કાર્યના વખાણ થશે. આપશે મતભેદ દૂર થશે. અટકેલા કાર્યો પૂરા થશે. ધન વૃદ્ધિના યોગ પણ બની શકે છે. નોકરી કરતા લોકોનું પ્રમોશન થઈ શકે છે. બિઝનેસ શરૂ કરવા માટે  સમય સારો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news