ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવી ઢોર માર માર્યો

સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામના ફાટક પાસે નજીકના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીને ત્રણ કારમાં આવેલા બે મહિલા સહિત 10થી વધુ શખ્શોએ કારમાં અપરણ કર્યું હતું.

ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવી ઢોર માર માર્યો

ઝી બ્યુરો/ગીરસોમનાથ: જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગૂંદાળા ગામના યૂ ટયૂબર "રોયલ રાજા" ઊર્ફે દીનેશ સોલંકી પર હૂમલો થયો છે. ઘંટીયા ગામના ફાટક નજીક યૂ ટયૂબરો વચ્ચે જૂના મનદુ:ખના કારણે બબાલ થઈ હતી. જેમાં રોયલ રાજાનું અપરણ કરી લૂંટ ચલાવી અને ઢોર માર મારવામાં આવ્યો હતો. હૂમલાખોરોએ મારતી વખતે ટીકટોક ફેઈમ કિર્તિ પટેલને વીડીયો કોલ કર્યો હતો. 

કિર્તી પટેલે કહ્યું રોયલ રાજાની મૂછ અને વાળ કાપી નાખો. જેથી હૂમલાખોરોએ મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતા. મૂઢ માર મારી 28 હજાર લૂંટી ત્રણ કારમાં હુમલાખોરો ફરાર થયા હતા. ઈજા પામનાર રોયલ રાજા ઊર્ફે દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામના ફાટક પાસે નજીકના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીને ત્રણ કારમાં આવેલા બે મહિલા સહિત 10થી વધુ શખ્શોએ કારમાં અપરણ કર્યું હતું. ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી. જ્યાં રોયલ રાજાના કપડા ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો અને ગળામા પહેરેલ સોનાની ચેઈન તથા 28 હજાર રોકડા રૂપીયાની લૂંટ કર્યાની સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રોયલ રાજા ઊર્ફે દિનેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોયલ રાજા ઊર્ફે દિનેશે હોસ્પિટલમાં પોલીસને નિવેદનમાં જણાવ્યું છે કે થોડા સમય પહેલા યૂ ટ્યૂબમાં ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ તેમને મિત કાના, અર્જુનસિંહ કાનો અને સિધ્ધરાજ સાથે માથાકૂટ થયેલી હતી અને પોતે તેની સામે પોલીસ ફરીયાદ પણ કરેલી હતી. ત્યારબાદ ઘંટીયા ફાટક પર રીલ બનાવી રહ્યા હતા ત્યારે ત્રણ કારમાં તેર જેટલા લોકો આવ્ય હતા. જેમાં બે મહિલાઓ પણ હતી. જે બધા મને ઉઠાવીને કારમાં જ માર મારતા એક ગોળના રાબડા પર લઈ ગયા હતા. જ્યાં મને નિર્વસ્ત્ર કરી ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો. 

મારા ગળામાં પહેરેલી સોનાની ચેન તેમજ ખિસ્સામાં રહેલા 28 હજાર રૂપિયા રોકડા તે લોકોએ લૂંટી અને જતા રહ્યા હતા અને મને ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને બે દિવસમાં જાનથી મારી નાખશું. મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય સજા થાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news