IND vs PAK: 'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Hardik Pandya: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાઈ હતી. આ 'મહામેચ'માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની આ બહુચર્ચિત મેચમાં ભારતે પોતાના બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે પાકિસ્તાનને 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ કરી દીધું છે.
Trending Photos
Hardik Pandya: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં ઈતિહાસ રચ્યો છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ, જેમાં હાર્દિકે બે વિકેટ લીધી હતી. હાર્દિકે વિકેટની શોધમાં રહેલી ભારતીય ટીમ માટે બાબર આઝમની વિકેટ મેળવીને પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી હાર્દિકે 62 રન પર રમી રહેલા સઈદ શકીલની મોટી વિકેટ લીધી હતી. આ વિકેટો સાથે, હાર્દિકે બે સિદ્ધિઓ પણ હાંસલ કરી છે.
વિકેટની બેવડી સદી પૂર્ણ કરી
હાર્દિકે બે વિકેટ લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 વિકેટનો આકડો પૂર્ણ કર્યો છે. હાર્દિકે આ મેચમાં 8 ઓવર ફેંકી અને 31 રન આપીને બાબર અને સઈદની વિકેટ લીધી. જો આપણે ત્રણેય ફોર્મેટમાં તેની વિકેટો પર નજર કરીએ તો, તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેનાર ખેલાડી છે. તેણે આ ફોર્મેટમાં 114 મેચ રમી છે, જેમાં તેણે 94 બેટ્સમેનોને આઉટ કર્યા છે. તે જ સમયે, આ ઓલરાઉન્ડરે 11 ટેસ્ટ મેચોમાં 17 વિકેટ લીધી છે. આ ઉપરાંત, તેણે 91 ODI મેચ રમીને 89 વિકેટ લીધી છે.
નંબર-1 બનીને ઇતિહાસ રચ્યો
200 વિકેટ પૂર્ણ કરવા ઉપરાંત, હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે ICC ની લિમિટેડ ઓવરની ટુર્નામેન્ટ (વર્લ્ડ કપ + T20 વર્લ્ડ કપ + ચેમ્પિયન્સ ટ્રોફી) માં કોઈ ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે પાકિસ્તાન સામે 14 વિકેટ લીધી છે. આ કિસ્સામાં બીજા સ્થાને ઝડપી બોલર મોહમ્મદ શમી છે, જેણે ન્યૂઝીલેન્ડ સામે 12 વિકેટ લીધી છે.
Milestone Unlocked 🔓
2⃣0⃣0⃣ international wickets and counting for Hardik Pandya 😎
Live ▶️ https://t.co/llR6bWyvZN#TeamIndia | #PAKvIND | #ChampionsTrophy | @hardikpandya7 pic.twitter.com/oxefs3BxrA
— BCCI (@BCCI) February 23, 2025
પાકિસ્તાનની ટીમ 241 રન પર સમાપ્ત થયો
ચેમ્પિયન્સ ટ્રોફીની આ બહુચર્ચિત મેચમાં ભારતે પોતાના બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે પાકિસ્તાનને 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર પાકિસ્તાન તરફથી સઉદ શકીલ (62) અને મોહમ્મદ રિઝવાન (46) સૌથી વધુ રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી. આ બે ઉપરાંત હર્ષિત રાણા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે