Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ, ચમકશે ભાગ્ય

Budh Rahu Yuti 2025: 27 ફેબ્રુઆરી 2025 ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વિશેષ દિવસ છે. આ દિવસે બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. બુધ ગ્રહ મીન રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં બુધ રાહુ સાથે હશે જેના કારણે કેટલીક રાશિઓને લાભ થશે.
 

Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ, ચમકશે ભાગ્ય

Budh Rahu Yuti 2025: ગ્રહોના રાજકુમાર બુધ બુદ્ધિ અને વાણીના કારક ગ્રહ છે. 27 ફેબ્રુઆરીએ બુધ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ ગુરુની રાશિ છે અને અહીં પહેલાથી જ રાહુ ભ્રમણ કરે છે. જેના કારણે મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ સર્જાશે. જેની અસર 12  રાશિઓ પર પડશે. 

બુદ્ધિ, વેપાર, તર્ક શક્તિ અને સંવાદનો કારક ગ્રહ બુધ માયાવી ગ્રહ રાહુ સાથે યુતિ બનાવશે. એક રાશિમાં આ બંને ગ્રહનું ગોચર કેટલીક રાશિના લોકોને અણધાર્યા મોટા લાભ કરાવશે. આ રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ. 

રાહુ અને બુધની યુતિથી આ રાશિઓને થશે લાભ 

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે મીન રાશિમાં રાહુ અને બુધની યુતિ આર્થિક લાભ કરાવનાર રહેશે. કમાઈના નવા સ્ત્રોત ઊભા થશે અને ઈચ્છાઓ પૂરી થશે. વેપારમાં નફો થશે સાથે જ પ્રમોશન પણ થઈ શકે છે. રોકાણથી લાભ થવાની સંભાવના. 

કર્ક રાશિ 

કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે અને બુધ અને રાહુની યુતિથી કર્ક રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સમયમાં વિદેશ યાત્રા પણ થઈ શકે છે. આ રાશિના લોકોને કારકિર્દીમાં પ્રગતિ જોવા મળશે. 

તુલા રાશિ 

તુલા રાશિના લોકોને સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. કોર્ટ સંબંધિત મામલામાં જીત મળવાની સંભાવના. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે. 

વૃશ્ચિક રાશિ Structure

વૃશ્ચિક રાશિના પાંચમાં ભાવમાં રાહુ અને બુધની યુતિ બનશે. આ યુતિ વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે. પારિવારીક સુખ પ્રાપ્ત થશે. લવ રિલેશનશિપ મજબૂત થશે. 

કુંભ રાશિ 

કુંભ રાશિ માટે આ યુતિ શુભ છે. કુંભ રાશિના બીજા ભાવમાં આ યુતિ બનશે જે અચાનક ધન લાભ કરાવી શકે છે. આ રાશિના લોકોનું પારિવારિક સુખ વધશે. વાણીથી લોકો પ્રભાવિત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news