Champions Trophy 2025: ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કરનારો દેશ પોતે જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાય તો કેવુ થાય? પાકિસ્તાન માટે કઈક એવી જ સ્થિતિ પેદા થઈ છે. પાકિસ્તાન ભારત સામે હાર બાદ હવે સેમીફાઈનલમાંથી બહાર થઈ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. શું હજુ પણ પાકિસ્તાન માટે કોઈ આશા છે ખરી?
Trending Photos
ચેમ્પિયન્સ ટ્રોફીના સૌથી હાઈ વોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી દીધુ છે. પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરીને 241 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીના શાનદાર શતકની મદદથી 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. હવે પાકિસ્તાન પર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી જલદી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ હાર સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે અને હવે તેણે સેમી ફાઈનલમાં જગ્યા બનાવવા માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
કેવી રીતે પહોંચી શકે સેમી ફાઈનલમાં
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં પહોંચવાની સંભાવનાઓ હવે પાકિસ્તાનના હાથમાં નથી. તેણે 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની છેલ્લી મેચ જીતવી પડશે અને આશા રાખવી પડશે કે ન્યૂઝીલેન્ડ કે બાંગ્લાદેશ પોતાની આગામી બંને મેચો હારી જાય. તેમનું ધ્યાન સોમવારે રાવલપિંડીમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થનારી મેચ ઉપર પણ હશે. જો કીવી ટીમ બાંગ્લાદેશને હરાવી દે તો પાકિસ્તાન અધિકૃત રીતે બહાર થઈ જશે. આ સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં પહોંચશે. જ્યારે બાંગ્લાદેશ પણ બહાર થઈ જશે.
Frames from a blockbuster 📸#PAKvIND 📝: https://t.co/LNEwWktRij#ChampionsTrophy pic.twitter.com/S9YoXLXwKp
— ICC (@ICC) February 23, 2025
જો બાંગ્લાદેશ 24 ફેબ્રુઆરીના રોજ ન્યૂઝીલેન્ડને હરાવી દે અને પાકિસ્તાન 27 ફેબ્રુઆરીના રોજ કીવી ટીમને હરાવી દે તો પાકિસ્તાને 2 માર્ચના રોજ બ્લેક કેપ્સને હરાવવા માટે ભારત પર નિર્ભર રહેવું પડશે. જો ભારત જીતે તો ત્રણ ટીમો ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન 2 અંક મેળવશે. આવી સ્થિતિમાં સારી રનરેટ વાળી ટીમ ગ્રુપ એમાંથી ભારત સાથે સેમીફાઈનલમાં પહોંચશે.
જાણો સમીકરણો
- બાંગ્લાદેશ રાવલપિંડીમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે...
- પાકિસ્તાન રાવલપિંડીમાં બાંગ્લાદેશને હરાવી દે...
- ભારત દુબઈમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે