Covid-19 Vaccine Price: જો કોરોનાની રસી Free માં ન મળી તો પ્રાઈવેટ માર્કેટમાં જાણો કેટલી હશે એક ડોઝની કિંમત 

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે 1 મે થી 18 વર્ષથી વધુના લોકોને પણ રસી આપવાની જાહેરાત કરી દીધી છે.

Covid-19 Vaccine Price: જો કોરોનાની રસી Free માં ન મળી તો પ્રાઈવેટ માર્કેટમાં જાણો કેટલી હશે એક ડોઝની કિંમત 

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવા માટે 1 મે થી 18 વર્ષથી વધુના લોકોને પણ રસી આપવાની જાહેરાત કરી દીધી છે. આ બધા વચ્ચે અનેક રાજ્યોએ તમામને ફ્રી રસી આપવાની પણ જાહેરાત કરી છે. પરંતુ કેન્દ્ર તરફથી કિંમત અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

કેટલી હોઈ શકે રસીની કિંમત?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ મોટાભાગની કંપનીઓને આશા છે કે જ્યારે રસીને ખાનગી બજારમાં વેચવાની મંજૂરી મળશે ત્યારે તેની કિંમત 700 થી લઈને 1000 રૂપિયા વચ્ચે હશે. જો કે સરકારે પ્રતિ ડોઝની કિંમત 250 રૂપિયા નક્કી કરી છે. 

1000 રૂપિયા હોઈ શકે છે કોવિશીલ્ડની કિંમત
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પહેલા જણાવ્યું હતું કે ખાનગી બજારમાં કોવિશીલ્ડની કિંમત 1000 રૂપિયા પ્રતિ ડોઝ હશે. રશિયાની રસી Sputinik V ની કિંમત 750 રૂપિયા રહેવાની આશા છે. ભારતમાં જેનું ઉત્પાદન ફાર્મા ક્ષેત્રની કંપની ડો.રેડ્ડીઝ લેબોરેટરી  કરી રહી છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.95 લાખ કેસ
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોના (Corona Virus) દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,56,16,130 પર પહોંચ્યો છે. જેમાંથી 1,32,76,039 લોકો અત્યાર સુધીમાં રિકવર થયા છે. જ્યારે 21,57,538 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક મૃત્યુઆંકડો નોંધાયો છે. 2023 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,67,457 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 13,01,19,310 લોકોને રસી આપવામાં આવી છે. 

10 રાજ્યોમાંથી 77 ટકાથી વધુ કેસ
દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસના 77.67 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોમાંથી આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપેલી જાણકારી મુજબ દેશમાં કોરોનાનો પોઝિટિવિટી દર સતત વધી રહ્યો છે. હાલ તે 15.99 ટકા છે. નવા કેસના 77.67 ટકા કેસ જે 10 રાજ્યોમાંથી આવ્યા છે તેમાં કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news