ગણતંત્ર દિવસે દારુલ ઉલુમનો વંદેમાતરમ્, ભારત માતા કી જય બોલવાનો ઇન્કાર
ગણતંત્ર દિવસ પ્રસંગે દારુલ ઉલુમ દેવબંધમાં વંદેમાતરમ નહી ગાવામાં આવે અને ન તો ભારત માતા કી જયનાં નારા લગાવાય. 26 જાન્યુઆરી પ્રસંગે દેવબંધના મદરેસાઓમાં ઝંડા ફરકાવવામાં આવશે, મીઠાઇ વહેંચવામાં આવશે અને જે આઝાદી સમયે શહીદ થયા હતા તેમને યાદ કરવામાં આવશે. આ સાથે જ આ દરમિયાન યુવાનોને જણાવવામાં આવશે કે દેશ માટે કેવા પ્રકારની કુર્બાની આપવી જોઇએ. રાષ્ટ્રીય પર્વના પ્રસંગે દેશ ભક્તિનાં નારા પણ લગાવવામાં આવશે. આ દરમિયાન હિન્દુસ્તાન જિંદાબાદના નારા પણ લગાવવામાં આવશે પરંતુ ભારત માતા કી જય કે વંદે માતરમના સવાલ પર દેવબંધનાં ઉલેમા તિખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
Trending Photos
સહારનપુર : ગણતંત્ર દિવસ પ્રસંગે દારુલ ઉલુમ દેવબંધમાં વંદેમાતરમ નહી ગાવામાં આવે અને ન તો ભારત માતા કી જયનાં નારા લગાવાય. 26 જાન્યુઆરી પ્રસંગે દેવબંધના મદરેસાઓમાં ઝંડા ફરકાવવામાં આવશે, મીઠાઇ વહેંચવામાં આવશે અને જે આઝાદી સમયે શહીદ થયા હતા તેમને યાદ કરવામાં આવશે. આ સાથે જ આ દરમિયાન યુવાનોને જણાવવામાં આવશે કે દેશ માટે કેવા પ્રકારની કુર્બાની આપવી જોઇએ. રાષ્ટ્રીય પર્વના પ્રસંગે દેશ ભક્તિનાં નારા પણ લગાવવામાં આવશે. આ દરમિયાન હિન્દુસ્તાન જિંદાબાદના નારા પણ લગાવવામાં આવશે પરંતુ ભારત માતા કી જય કે વંદે માતરમના સવાલ પર દેવબંધનાં ઉલેમા તિખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
દેવબંધી ઉલેમા મુફ્તી તારીક કાસમીએ કહ્યું કે, ઇસ્લામમાં અલ્લા ઉપરાંત કોઇ અન્યની ઇબાદત નથી કરવામાં આવતી. ભારત માતા કી જયમાં એક મૂર્તિનું સ્વરૂપ આવે છે એટલા માટે અમે ભારત માતા કી જય ન બોલી શકીએ, પછી તે મુસલમાન મદરેસામાં ભણતો વિદ્યાર્થી હોય કે, અન્ય કોઇ વ્યક્તિ હોય. ઉલેમાનું કહેવું છે કે સૌથી મોટી વાત તો એ છે કે શું નારા લગાવવાથી દેશ ભક્તિ વ્યક્ત થાય છે. ન ચો મુસલમાન દેશ ભક્તિનાં નારા લગાવવાથી ક્યારે પણ પહેલા ચુક્યા નથી અને ન તો ચુકશે. ભારત માતા કી જયનાં નારા બિલ્કુલ લગાવી શકાય નહી. માટે દરેક હિન્દુસ્તાનીની અંદર પોતાની દેશભક્તિની અભિવ્યક્તિ અલગ અલગ હોઇ શકે છે. તેની ભાષા બદલાઇ શકે છે પરંતુ ભાવના હંમેશા એક જ રહે છે.
ઉલેમાએ જણાવ્યું કે, જ્યાં સુધી હું સમજુ છું કે આ શબ્દો (ભારત માતા કી જય) એ મામૂ દિયત (એક મુર્તિનું નામ) તસવ્વુર હોય છે જે એક મુસલમાન માટે યોગ્ય નથી. એટલા માટે મકસુદ હિન્દુસ્તાનનાં નારાથી દેશભક્તિનો ઇઝહાર થતો હોય તો હિન્દુસ્તાનનાં ઝિબાબાદનાં નારા અમે લગાવતા આવીએ છીએ. આ નારાથી અમે અંગ્રેજોને પહેલા પણ ભગાડી ચુક્યા છીએ. આજે પણ દેશભક્તિ માટે આ નારો જીવીત રાખીશું. હિન્દુસ્તાન ઝીંદાબાદ છે અને ઝીંદાબાદ રહેશે વંદેમાતર નહી કહીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે