ડિયર જિંદગી : દિવાળીની ત્રણ કથાઓ અને બાળકો...
હકીકતમાં બદલાવ એક-એક પગલાથી જ આવે છે ! આપણે બધા મળીને જ દુનિયાને બહેતર કે બદતર બનાવી શકીએ છીએ. આપણી હવા અને પાણી જેવા છે એમાં આપણો મહત્વનો ફાળો છે !
Trending Photos
આપણા બાળકો કેવી રીતે શીખે છે એની ચર્ચા અનેકવાર આપણે કરીએ છીએ. આપણને લાગે છે કે બાળકો નવીનવી વસ્તુઓ કોણ જાણે ક્યા ‘ગ્રહ’થી શીખીને આવે છે ! તેઓ ક્યાંથી એવી વાતો કરવા લાગે છે જેની આપણને અપેક્ષા કે આશા પણ ન હોય.
આ દિવાળી બાળકોના ઉછેર મામલે પણ મહત્વનો પાઠ ભણાવી જાય છે. આ દિવાળીએ આપણને આપણા જ અલગઅલગ ચહેરા જોવા મળ્યા છે. આપણે એક ચહેરાને સમજીએ એ પહેલાં બીજા ચહેરાના ઉંડાણમાં ઉતરી જઈએ છીએ. આ ઘટનાક્રમ ચાલતો જ રહે છે.
આપણે જીવનમાં ધર્મ અને રાજનીતિને એટલું બધું સ્થાન આપી દીધું છે કે હવે આપણા માટે ભસ્માસુર જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. આપણે બાળકોને વૈજ્ઞાનિક વિચારો અને ચિંતન આપવાની જગ્યાએ રોબો જેવા બનાવી રહ્યા છીએ.
આ દિવાળીમાં ત્રણ વાર્તાઓ મળી...
પહેલી વાર્તા : ટીવી અને અખબારોમાં સુપ્રીમ કોર્ટના આદેશની ભારે ચર્ચા ચાલી રહી છે. બાળકો પણ વધતા પ્રદૂષણની વચ્ચે ગ્રીન ફટાકડાં અને ફટાકડાં પર પ્રતિબંધ જેવા મામલાઓથી માહિતગાર છે. આ પરિસ્થિતિમાં ઇન્દિરાપુરમના શર્માપરિવારે ફટાકડાંથી દૂર રહેવાનો નિર્ણય લીધો અને પરિવારના પંદર વર્ષા બાળકોને પ્રેમથી આ વાત સમજાવાનો પ્રયાસ કર્યો.
બાળકોએ જ્યારે બીજા લોકોને પણ આ વાત સમજાવાની દલીલ કરી તો બાળકોને સમજાવાયું કે ''શું બીજા આપણી વાત નહીં માને તો શું તમે પણ નહીં માનો ! પાડોશી આન્ટીનું 6 મહિનાનું નાનું બાળક, આપણો ડોગી જેમ્સ તેમજ બાલકનીના કબૂતરના જીવન માટે ખતરારૂપ પ્રદૂષણ આપણા શ્વાસમાં પણ ઉતરી રહ્યું છે. જો આપણે ફટાકડાં ન ફોડીએ તો હવા થોડી તો સ્વચ્છ થશે.''
બાળકો આ વાત સમજી ગયા અને શર્માપરિવારમાં કોઈએ ફટાકડાં ન ફોડ્યા. વડીલોએ થોડી કડકાઈ પણ અપનાવી પણ આખરે બાળકો સમજી જ ગયા.
બોધપાઠ : બાળકો સમજી ગયા કે બધાએ પોતાનું આગવું વ્યક્તિત્વ બનાવવાનું, બીજા જેવું નહીં. ઘરમાં નિયમ બધા માટે છે, પણ બાળકો માટે ખાસ નિયમ નથી. આ ઉછેરની સૌથી સારી, સુંદર અને શ્રેષ્ઠ શિક્ષણ શૈલી છે.
બીજી વાર્તા : દિલ્હીના વર્મા પરિવારના બાળકો પણ સુપ્રીમ કોર્ટના આદેશ તેમજ પ્રદૂષણથી સારી રીતે પરિચીત હતા. તેમની સ્કૂલમાં પણ પ્રદૂષણની ચર્ચા થતી હતી. આ સંજોગોમાં બાળકોએ નક્કી કર્યું કે આ દિવાળીમાં તેઓ ફટાકડાં નહીં ફોડે. આ બાળકો અત્યાર સુધી ફટાકડાં ફોડતા હતા પણ તેમણે આ વખતે બહિષ્કારનો નિર્ણય લીધો હતો. જોકે, બાળકોના પિતા અને કાકા આ વાત સાથે સંમત ન થયા અને તેમણે કોર્ટના આદેશને હિંદુઓના રિવાજમાં અવરોધ ગણાવીને પુષ્કળ ફટાકડાં ફોડ્યા. આ પરિવારના કેટલાક લોકો પોલીસમાં પણ અને તેમણે ભારે 'રોબ'થી દિવાળી ઉજવી.
બોધપાઠ : બાળકો સંશયમાં છે. તેમને લાગે છે કે વડીલોનું આચરણ અયોગ્ય છે. આ મામલો ધર્મનો છે એવી ધમકી આપીને બાળકોનું મોં બંધ કરી દેવામાં આવ્યું અને તેમને કહી દેવામાં આવ્યું કે તેમણે મત આપવાની કોઈ જરૂર નથી. જો વર્માપરિવારના વડીલો યોગ્ય પરિસ્થિતિનું આકલન કરી શકત તો ભવિષ્યમાં અયોગ્ય પરિસ્થિતિનું નિર્માણ જ નહીં થાય.
બીજી વાર્તા : દિલ્હીથી વધારે ફટાકડાં એનસીઆરમાં ફોડવામાં આવ્યા. વસુંધરાના પરિવારમાં આ દિવાળીએ ફટાકડાં ફોડવાના મામલે ભારે ચર્ચા કરવામાં આવી. તેઓ માનવા જ તૈયાર નહોતા કે ફટાકડાંને કારણે પ્રદૂષણ ફેલાય છે. જોકે, આખરે એવી પરિસ્થિતિ ઉભી થઈ કે તેમણે એક પણ ફટાકડો ન ફોડ્યો.
હકીકતમાં વસુંધરાના પાડોશીની તબિયત એકાએક ખરાબ થઈ ગઈ કારણ કે તેમને દમનો હુમલો આવ્યો હતો. તેમની વય 40 વર્ષ જ હોવા છતાં તેમને બ્રેઇન સ્ટ્રોક આવી જાય એવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. ડોક્ટરોએ માહિતી આપી કે તેમને દમની ફરિયાદ પહેલાંથી જ હતી પણ તેમને દિવાળીમાં ફટાકડાં ફોડ્યા વગર ગમતું જ નહોતું. જોકે આખરે તેની આદતે જ જીવન પર પ્રશ્નાર્થચિન્હ લગાવી દીધું છે.
બોધપાઠ : પાડોશીની મેડિકલ ઇમરજન્સીએ સાબિત કરી દીધું છે કે હકીકતમાં બદલાવ એક-એક પગલાથી જ આવે છે ! આપણે બધા મળીને જ દુનિયાને બહેતર કે બદતર બનાવી શકીએ છીએ. આપણી હવા અને પાણી જેવા છે એમાં આપણો મહત્વનો ફાળો છે !
દિવાળીની આ ત્રણ વાર્તાઓ સમાજની વિચારસરણી, સમજ અને વ્યવહારનું સરળ ઉદારહરણ છે. આપણે શું કરવું જોઈએ અને આપણી દુનિયા કેવી હોવી જોઈએ એ સમજવા માટે કોઈ ‘રોકેટ સાયન્સ’ નથી. આ બધી વસ્તુઓ આપણે જ નક્કી કરવાની છે.
ફટાકડાંની ધમાલ એક ગંભીર ચેતવણી છે. આ વાતે સાબિત કરી દીધું છે કે જીવન આપણા માટે કેટલું મહત્વનું છે. પ્રકૃતિની મર્યાદા અને પર્યાવરણ માટેનો આદર ધીમેધીમે ઓછો થઈ રહ્યો છે. આપણે રિવાજ અને તહેવારના ઉજવણીના ગાંડપણમાં માનવીયતા માટે કોઈ સ્થાન નથી રાખીએ તો ક્રમશ: વધારેને વધારે ખાલી થતા જઈશું.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે