રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી શસ્ત્ર પૂજા, જવાનો સાથે ઉજવ્યો વિજયાદશમીનો તહેવાર
દશેરાના અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે દાર્જિલિંગના સુકના વોર મેમોરિયલ પર શસ્ત્ર પૂજા કરી. આ સાથે જ રક્ષામંત્રીએ ફોરવર્ડ બ્લોકમાં સેનાની તૈયારીઓની સમીક્ષા કરી.
Trending Photos
દાર્જિલિંગ: દશેરાના અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) આજે દાર્જિલિંગના સુકના વોર મેમોરિયલ પર શસ્ત્ર પૂજા કરી. આ સાથે જ રક્ષામંત્રીએ ફોરવર્ડ બ્લોકમાં સેનાની તૈયારીઓની સમીક્ષા કરી.
આ અગાઉ રક્ષામંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે બે દિવસના પશ્ચિમ બંગાળ અને સિક્કિમના પ્રવાસે છું અને દાર્જિલિંગ જઉ છું. ત્યાં ફોરવર્ડ એરિયાની મુલાકાત દરમિયાન સૈનિકોને મળીશ. તે વખતે સિક્કિમ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવેલી સડકનું ઉદ્ધાટન પણ કરીશ.
सभी देशवासियों को विजयदशमी पर्व की हार्दिक शुभकामनाएँ।
आज के इस पावन अवसर पर मैं सिक्किम के नाथूला क्षेत्र में जाकर भारतीय सेना के जवानों से भेंट करूँगा एवं शस्त्र पूजन समारोह में भी मौजूद रहूँगा।
— Rajnath Singh (@rajnathsingh) October 25, 2020
પહેલીવાર એવું બન્યું છે કે એલએસી પર શસ્ત્ર પૂજા કરવામાં આવી છે. રક્ષામંત્રીએ દશેરાની શુભકામનાઓ આપતી ટ્વીટ પણ કરી. કહ્યું કે 'તમામ દેશવાસીઓને વિજયાદશમી પર્વની હાર્દિક શુભકામનાઓ. આજના આ પાવન અવસરે હું સિક્કિમના નાથુલા વિસ્તારમાં જઈને ભારતીય સેનાના જવાનોને મળીશ અને શસ્ત્ર પૂજન સમારોહમાં પણ હાજર રહીશ.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે