Delhi Elections 2020: દિલ્હી પર કોણ કરશે કબજો? સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન


 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાની તૈયારીઓ કરવાની સાથે શાહીન બાગ અને અન્ય સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વધારાની સતર્કતા રાખવામાં આવી રહી છે. 
 

Delhi Elections 2020: દિલ્હી પર કોણ કરશે કબજો? સવારે 8 કલાકથી શરૂ થશે મતદાન

નવી દિલ્હીઃ તે દિવસ આવી ગયો છે, જેની મતદાતા 5 વર્ષથી રાહ જોઈ રહ્યાં હતા. દિલ્હીની સત્તા પર કોણ બેસસે તેનો નિર્ણય આજે રાજધાનીના 1.47 કરોડ મતદાતા નક્કી કરશે. હવે બસ થોડા સમય બાદ સવારે 8 કલાકે મતદાન શરૂ થશે. 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાની તૈયારીઓ કરવાની સાથે શાહીન બાગ અને અન્ય સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વધારાની સતર્કતા રાખવામાં આવી રહી છે. 

દરેક સીટ પર પિંક અને મોડલ બૂથ પણ
દિલ્હીમાં 1.47 કરોડ લોકોને મતાધિકાર પ્રાપ્ત છે અને આ ચૂંટણી મુકાબલામાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપે મેદાનમાં છે. મતદાન પહેલાના દિવસ સુધી કોંગ્રેસ અને ભાજપે પોતાના પ્રચાર અભિયાનને આક્રમક રીતે ચલાવ્યું હતું. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું કે, તમામ ઈવીએમની તપાસ કરવામાં આવી છે અને તે ફુલપ્રૂફ છે, તેની સાથે છેડછાડ ન કરી શકાય. 

અધિકારીઓએ કહ્યું કે, શાહીન બાગમાં ચાલી રહેલા સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરોધી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યલયના ક્ષેત્ર હેઠળ આવતા તમામ પાંચ મતદાન કેન્દ્રોને 'સંવેદનશીલ'ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને મતદાતાઓમાં વિશ્વાસ પેદા કરવા માટે સતત પગલા ભરવામાં આવ્યા છે. 

70 સીટો પર ભાગ્ય અજમાવી રહ્યાં છે 672 ઉમેદવાર
તેમણે કહ્યું કે, દિલ્હી ચૂંટણીમાં 1,47,86,382 લોકોને મતદાનનો અધિકાર છે જેમાં 2,32,815 18થી 19 વર્ષની ઉંમરના છે. ચૂંટણી માટે ત્રણ સપ્તાહ કરતા વધુ સમય સુધી ચાલેલા તોફાની ચૂંટણી પ્રચાર ગુરૂવારે સાંજે છ કલાકથી બંધ થયો હતો. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે 672 ઉમેદવારો મેદાનમાં છે. 

આ વખતે મતદાનમાં જોવા મળશે એપનો ઉપયોગ
વિશેષ પોલીસ કમિશનર (આસૂચના) પ્રવીર રંજને જણાવ્યું કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (પીએપીએફ)ની 190 કંપનીઓને સુરક્ષાના કારણે તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી સંવેદનશીલ મતદાન કેન્દ્રોની વાત છે તો 516 જગ્યાઓ પર 3704 બૂથ આ શ્રેણીમાં આવે છે. હાલમાં ચૂંટણી કાર્યાલયના અધિકારીઓએ પ્રદર્શનકારીઓ સાથે મળીને તેમને મતદાન માટે પ્રોત્સાહિત કર્યાં હતા. 

આ વખતે ચૂંટણીમાં મોબાઇલ એપ, ક્યૂઆર કોડ, સોશિયલ મીડિયા ઇન્ટરફેસ જેવી ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવશે. દિલ્હીના 11 જિલ્લાની એક-એક વિધાનસભા સીટ પસંદ કરવામાં આવી છે જેના પર મતદાતા મતદાન કાપલી બૂથ પર નહીં લાવવાની સ્થિતિમાં સ્માર્ટફોનના માધ્યમથી હેલ્પલાઇન એપથી ક્યૂઆર કોડ પ્રાપ્ત કરી શકે છે. તેમાં સુલ્તાનપુર માજરા, સીલમપુર, બલ્લીમારાન, બિજવાસન, ત્રિલોકપૂરી, શકૂર બસ્તી, નવી દિલ્બી, રોહતાસ નગર, છતરપુર, રાજૌરી ગાર્ડન અને જંગપુરા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news