Corona: PM Modi એ કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વીટ કરીને આપ્યો આ ખાસ સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો બીજો ડોઝ લીધો. તેમણે ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ 1 માર્ચના રોજ લીધો હતો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસી (Corona Vaccine) નો બીજો ડોઝ લીધો. તેમણે ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ 1 માર્ચના રોજ લીધો હતો.
પ્રધાનમંત્રીએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે મે આજે દિલ્હી એમ્સ ખાતે રસીનો બીજો ડોઝ લીધો. રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવાના કેટલાક રસ્તામાંથી એક છે. જો તમે રસી માટે યોગ્ય હોવ તો જલદી રસી મૂકાવો. આ માટે http://CoWin.gov.in પર રજિસ્ટ્રેશન કરો.
Got my second dose of the COVID-19 vaccine at AIIMS today.
Vaccination is among the few ways we have, to defeat the virus.
If you are eligible for the vaccine, get your shot soon. Register on https://t.co/hXdLpmaYSP. pic.twitter.com/XZzv6ULdan
— Narendra Modi (@narendramodi) April 8, 2021
અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ કોરોના રસીનો પહેલો 1 માર્ચના રોજ લીધો હતો. તેઓ અચાનક નવી દિલ્હી સ્થિત એમ્સ પહોંચ્યા હતા અને ભારત બાયોટેકની કોવેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. દિલ્હી એમ્સમાં કામ કરતા પુડુચેરીના સિસ્ટર પી નિવેદાએ પીએમ મોદીને કોરોના રસીનો પહેલો ડોઝ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે