PM મોદીની ડિનર ડિપ્લોમસી, અનેક પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા

રાત્રીભોજન માટે બંન્ને સદનમાં આશરે 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું

PM મોદીની ડિનર ડિપ્લોમસી, અનેક પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુરૂવારે લોકસભા અને રાજ્યસભાના સભ્યોને રાષ્ટ્રીય રાજધાની ખાતે એક ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું. રાત્રિભોજનના માટે બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત રાજગ અને સંપ્રગ ઘટક દળનાં નેતાઓ જોડાયા હતા. જેમાં દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા તેદેપાનાં ત્રણ સાંસદ વાઇ.એસ ચૌધી, સીએમ રમેશ અને ટી.જી વેંકટેશ પણ જોડાયા હતા. 

— ANI (@ANI) June 20, 2019

સુત્રો અનુસાર વડાપ્રધાન દ્વારા મોકલવામાં આવેલા ભોજનના આમંત્રણ અને આયોજન પાછળનો ઇરાદો નવા સાંસદ સભ્યોને જુના સભ્યો અને કેન્દ્રીય મંત્રીઓને મળવાની તક પુરી પાડવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદનું સત્ર ચાલુ થયા અગાઉ પણ વડાપ્રધાન મોદીએ રવિવારે આહ્વાહીત સર્વદળીય બેઠકમાં કહ્યું કે, જનહિતનાં મુદ્દે રાજનીતિક મતભેદોને ભુલીને વિચાર વિમર્શન કરવામાં આવે તે જરૂરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news