Bulldozer in Shaheen Bagh: શાહીન બાગ મામલે સુનાવણીનો સુપ્રીમે કર્યો ઈન્કાર, ફટકાર લગાવતા જાણો શું કહ્યું?
શાહીનબાગમાં અતિક્રમણ હટાવવા માટે થઈ રહેલી બુલડોઝર કાર્યવાહીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. જેના પર સુપ્રીમે સુનાવણીની ના પાડી દીધી. સુપ્રીમે ફટકાર લગાવતા એમ પણ કહ્યું કે આ મામલે પીડિતોની જગ્યાએ રાજકીય પક્ષો કેમ કોર્ટમાં પહોંચ્યા.
Trending Photos
Bulldozer in Shaheen Bagh: દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર ફરી ચર્ચામાં આવ્યો છે. અહીં અતિક્રમણ હટાવવાનું કામ શરૂ થાય તે પહેલા જ હંગામો જોવા મળ્યો. કેટલાક સ્થાનિક નેતાઓ અને રહીશો MCD ના બુલડોઝર ચાલે તે પહેલા જ તેની આગળ બેસી ગયા અને જોરજોરથી એમસીડી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. ખુબ હંગામો થતા કાર્યવાહી અટકી અને મામલો સુપ્રીમ કોર્ટ ગયો. પણ સુપ્રીમ કોર્ટે આ મામલે અરજીકર્તાને જ ફટકાર લગાવી અને સુનાવણી કરવાની ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે અરજીકર્તાએ સીધુ સુપ્રીમ કોર્ટ નહતું આવવું જોઈતું. જે પણ કહેવું હોય તે માટે તેઓ હાઈકોર્ટ જાય.
સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
શાહીનબાગમાં અતિક્રમણ હટાવવા માટે થઈ રહેલી બુલડોઝર કાર્યવાહીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. જેના પર સુપ્રીમે સુનાવણીની ના પાડી દીધી. સુપ્રીમે ફટકાર લગાવતા એમ પણ કહ્યું કે આ મામલે પીડિતોની જગ્યાએ રાજકીય પક્ષો કેમ કોર્ટમાં પહોંચ્યા. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દેશભરમાં અતિક્રમણ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનો પર કોર્ટે રોક લગાવી નથી. શાહીન બાગમાં મામલો રહણાંક મકાનો સંલગ્ન નથી, રસ્તો ખાલી કરાવવા સંદર્ભે છે. સુપ્રીમ કોર્ટની જબરદસ્ત ફટકાર બાદ CPIM એ પોતાની અરજી પાછી ખેંચી. અત્રે જણાવવાનું કે દક્ષિણ દિલ્હીમાં ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ જે કાર્યવાહી થઈ રહી છે તેને રોકવા માટે CPIM એ સુપ્રીમમાં અરજી કરી હતી.
SC refuses to entertain CPI (M) plea against demolition of buildings in South Delhi's Shaheen Bagh area; grants liberty to petitioner to approach High Court
— ANI (@ANI) May 9, 2022
આ મામલે આજે બપોરે બે વાગે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે કોઈ પીડિત અમારી પાસે આવે તો કઈ સમજમાં પણ આવે. શું કોઈ પીડિત નથી. આ મામલે CPIM પાર્ટીએ કેમ અરજી કરી? કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે જહાંગીરપુરીમાં કોર્ટે એટલા માટે હસ્તક્ષેપ કર્યો કારણ કે ત્યાં ઈમારતો તોડવામાં આવી રહી હતી. રેકડીવાળા રસ્તાઓ પર સામાન વેચે છે. જો દુકાનોને નુકસાન થઈ રહ્યું હોય તો તેમણે કોર્ટમાં જવું જોઈતું હતું.
બુલડોઝર કાર્યવાહી અટકી
છેલ્લે મળતી માહિતી મુજબ શાહીનબાગથી બુલડોઝર પાછા ગયા છે. કાર્યવાહીમાં એમસીડીએ ફક્ત એક બિલ્ડિંગ આગળના લોખંડના રોડને હટાવ્યો છે. આ રોડ રિનોવેશનના કામ માટે લગાવવામાં આવ્યો હતો.
વિરોધ કરી રહેલા લોકોની અટકાયત
બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ કેટલાક લોકો બુલડોઝર આગળ જ બેસી ગયા જેમાં મહિલાઓ પણ સામેલ હતી. વિસ્તારના લોકોનું કહેવું છે કે MCD ને છેલ્લા 15 વર્ષથી આ અતિક્રમણ દેખાયું નહીં. પરંતુ હવે અચાનક સરકારને અતિક્રમણ જોવા મળી રહ્યું છે. વિરોધ કરી રહેલા લોકોને ખસેડવામાં આવ્યા છે. અને વિરોધ પ્રદર્શનમાં સામેલ કેટલીક મહિલાઓની અટકાયત પણ કરાઈ છે. બુલડોઝર સામે અડિંગો જમાવીને બેઠેલા લોકોને પોલીસ દ્વારા હટાવવામાં આવી રહ્યા છે.
Delhi | Locals sit on roads and stop bulldozers that have been brought for the anti-encroachment drive in the Shaheen Bagh area. pic.twitter.com/EQJOWBzAxS
— ANI (@ANI) May 9, 2022
અત્રે જણાવવાનું કે એમસીડીએ અતિક્રમણની કાર્યવાહી કરતા પહેલા દિલ્હી પોલીસ પાસે પુરતી સુરક્ષા માટે ફોર્સની માંગણી કરી હતી. પરંતુ આજે પહેલા એવા સમાચાર આવ્યા કે ફોર્સની કમીના કારણે બુલડોઝરથી કાર્યવાહી થશે નહીં. પરંતુ થોડીવાર બાદ એમસીડી તરફથી કહેવાયું કે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે અને આજે જ બુલડોઝરથી કાર્યવાહી કરાશે.
#WATCH | Delhi: AAP MLA Amanatullah Khan join the protest at Shaheen Bagh amid the anti-encroachment drive here. pic.twitter.com/4MJVGoku39
— ANI (@ANI) May 9, 2022
આપ વિધાયક શાહીનબાગ પહોંચ્યા
આમ આદમી પાર્ટીના વિધાયક અમાનતુલ્લાહ ખાન પણ હાલ શાહીનબાગ પહોંચ્યા છે. જ્યાં અતિક્રમણ હટાવવા માટે બુલડોઝરથી કાર્યવાહી હાથ ધરાઈ છે. અમાનતુલ્લાહ ખાને કહ્યું કે મસ્જિદ સામે એક શૌચાલય હતું. જેને મે મારા પૈસે હટાવ્યું. વિધાનસભા વિસ્તારમાં જ્યાં જ્યાં અતિક્રમણ છે તે એમસીડીવાળા મને જણાવે, હું પોતે હટાવી દઈશ. અહીં આવીને માહોલ ખરાબ કરી રહ્યા છે. રાજનીતિકરણ થઈ રહ્યું છે.
President Election 2022: આ વખતે સાંસદોની સંખ્યા ઘટી ન હોવા છતાં તેમના મતનું મૂલ્ય ઘટી જશે, જાણો કારણ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે