મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતની હોટલમાં થઈ મુલાકાત, આ હતું કારણ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના સાંસદ સંજય રાઉતની મુલાકાત મુંબઈની એક હોટલમાં થઈ છે. હકીકતમાં, સંજય રાઉથ શિવસેનાના મુખપત્ર સામના માટે ફડણવીસનું ઈન્ટરવ્યૂ કરવાના છે.
Trending Photos
મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે મુલાકાત થઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની કોંગ્રેસ અને એનસીપીની સાથે ગંઠબંધનની સરકાર બન્યા બાદ સંભવતઃ બંન્ને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત છે.
દેવેન્દ્ર ફડણવીસ અને સંજય રાઉતની મુલાકાત મુંબઈની એક હોટેલમાં થઈ છે. હકીકતમાં, સંજય રાઉત શિવસેનાના મુખપત્ર સામના માટે ફડણવીસનું ઈન્ટરવ્યૂ કરવાના છે. તો ફડણવીસે કહ્યુ કે, આ ઈન્ટરવ્યૂ એડિટ કર્યા વગર થવુ જોઈએ. સાથે બિહાર ચૂંટણી બાદ તેને કરવામાં આવશે.
પરંતુ આ મુલાકાત પાછળ કોઈપણ રાજકીય મહત્વકાંક્ષાથી ઈનકાર કરવામાં આવી રહ્યો છે. હાલ દેવેન્દ્ર ફડણવીસનું ધ્યાન બિહાર વિધાનસભા ચૂંટણી 2020 પર છે. બિહાર ચૂંટણી માટે ભાજપે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણી પ્રભારી બનાવ્યા છે. બિહાર ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરવામાં આવી છે અને 10 નવેમ્બરે પરિણામ આવશે.
UNના મંચથી પીએમ મોદીએ દુનિયાને આપ્યું કોરોના વેક્સિન પર મોટુ આશ્વાસન
બંન્ને પાર્ટીઓ વચ્ચે આક્રમક તેવર
મહત્વનું છે કે 2019ની મહારાષ્ટ્ર ચૂંટણી ભાજપ અને શિવસેનાએ મળીને લડી હતી. પરંતુ ચૂંટણી બાદ ભાજપ અને શિવસેના અલગ થઈ ગયા હતા. શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને પ્રદેશમાં સરકાર બનાવી લીધી હતી. ત્યારબાદ ભાજપ અને શિવસેના વચ્ચે હંમેશા આક્રમક વલણ જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે