Bageshwar Dham: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા, કેન્દ્રએ આપી મંજૂરી
Dhirendra Krishna Y category security: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રએ જાણીતા કથા વાચક માટે વાઈ સિક્યોરિટીને મંજૂરી આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Bageshwar Dham News: જાણીતા કથાવાચક બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધી ગઈ છે. તેમને વાઈ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે. નોંધનીય છે કે તાજેતરમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારવાની ધમકી મળી હતી. વાઈ સિક્યોરિટીમાં એક કે બે કમાન્ડો હોય છે. પોલીસકર્મીઓ સહિત આ સુરક્ષા ઘેરામાં આઠ જવાન સામેલ હોય છે.
મળી હતી જાનથી મારવાની ધમકી
નોંધનીય છે કે બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને થોડા સમય પહેલા પરિવાર સહિત જાનથી મારવાની ધમકી મળી હતી. એક અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના પુત્રને ધમકીભર્યો ફોન કર્યો હતો. કોલરે કહ્યુ હતું કે- ધીરેન્દ્ર શાસ્ત્રી પરિવાર સહિત તેરમાની તૈયારી કરી લો. આ ફોન બાદ પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યાં 'આતંકવાદી'
આ સિવાય તાજેતરમાં સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ પણ બાગેશ્વર બાબાને આતંકવાદી કહ્યા હતા. સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, "માખીઓ અને મચ્છરોના અવાજને કારણે વાદળોનો અવાજ બહાર આવી શકતો નથી. ફેક્ટરીઓમાં કીડીનો અવાજ એક નહીં પરંતુ હજારો લોકોનો હોય છે જે આવું બોલે છે, તો પછી દેશના લોકો તેની સંજ્ઞાન ન લો તે ચાલશે, કોઈ બાબાના નિવેદનથી નહીં ચાલે.આ સાથે સપા નેતાએ કહ્યું કે જે પણ સંતોના વેશમાં છે તે આતંકવાદી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે