Direct Benefit Transfer: મોદી સરકારે આ રીતે આપી 13 લાખ કરોડની સબસિડી, તમને મળ્યો આ ફાયદો?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) આગેવાનીમાં અનડીએ (NDA) સરકારે ગરીબોના હકમાં કામ કરવા માટે તમામ પગલા ઉઠાવ્યા છે. આ પગલાઓમાંથી એક છે સબસિડી (Subsidy) સીધી બેંક ખાતામાં આપવી. સરકારે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer) નામ આપ્યું છે
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) આગેવાનીમાં અનડીએ (NDA) સરકારે ગરીબોના હકમાં કામ કરવા માટે તમામ પગલા ઉઠાવ્યા છે. આ પગલાઓમાંથી એક છે સબસિડી (Subsidy) સીધી બેંક ખાતામાં આપવી. સરકારે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer) નામ આપ્યું છે. આજના બેજટ અભિભાષણ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો (DBT) ઉલ્લેખ કર્યો અને તેની ખુબ જ પ્રશંસા કરી.
DBT ની શરૂઆતમાં અવગણ: રાષ્ટ્રપતિ
બજેટ અભિભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, ડીબીટીએ આખી સિસ્ટમ બદલી નાખી છે. અગાઉ ભારતમાં સબસિડીના નામે ઘણી લૂંટ ચલાવવામાં આવી હતી. ગરીબોના હક માટે લાખો કરોડો રૂપિયા વચેટિયાઓના ખિસ્સા ભરવા માટે ઉપયોગમાં લેવાતા હતા. પરંતુ આજે દેશના લાખો લોકોને સરકારની આ ડીબીટી યોજનાનો લાભ મળી રહ્યો છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સહાયથી જેની અવગણના કરવામાં આવી રહી છે, છેલ્લા 6 વર્ષમાં 13 લાખ કરોડ રૂપિયાથી વધુ લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું, મારી સરકારે બતાવ્યું કે ઇરાદા સ્પષ્ટ છે, ઇરાદા વધારે હોય તો પરિવર્તન લાવી શકાય છે. આ વર્ષોમાં મારી સરકારે જેટલો લોકના જીવનને સ્પર્શ કર્યું છે તે અભૂતપૂર્વ છે. ગરીબોના હકનું રાશન કોઈ બીજુના છીનવી લે, તે માટે 100 ટકા રેશનકાર્ડનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે, 90 ટકા રેશનકાર્ડને આધાર સાથે જોડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- Budget 2021: કેન્ટીનનું નહીં, 5 સ્ટાર હોટલનું ખાવાનું જમશે સાંસદ, 52 વર્ષની પરંપરા તૂટી
એલપીજી સિલિન્ડરમાં બ્લેક માર્કેટિંગનો ખેલ બદલાયો
રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકાર એલપીજી ગેસ બનાવતી કંપનીઓને ડાયરેક્ટ સબસિડી આપતી હતી. આ સબસિડીના આધારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ડિસ્ટ્રિબ્યુટરને સબસિડી દરે એલપીજી સિલિન્ડર સપ્લાય કરતી હતી. ડિસ્ટ્રિબ્યુટર્સ અને તેના વેન્ડરના હાથમાં મોટા પ્રમાણમાં સિલિન્ડરનું બ્લેક માર્કેટિંગ થતું હતું. તેમાં ગ્રાહકો પણ સામેલ હતા જે સસ્તા દરે સિલિન્ડર ખરીદતા અને મોંઘા ભાવે વેચતા. આમાં મોટા પ્રમાણમાં સબસિડીની લૂંટ થતી હતી. પરંતુ આ નવી સિસ્ટમના કારણે સરકારને 6,500 કરોડથી 12,700 કરોડ રૂપિયાની બચત થઈ હતી.
આ પણ વાંચો:- રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન કોંગ્રેસ સાંસદ Ravneet Singh Bittu નો હંગામો, સદનમાં લગાવ્યા નારા
કેવી રીતે મળે છે સબસિડી?
કેન્દ્ર સરકાર એલપીજી પર સબસિડીના પૈસા સીધા તમારા ખાતામાં મોકલે છે. તેના માટે તમારે બેંક ખાતું ખોલાવવાનું રહે છે અને કેવાયસી કરાવવું પડે છે. સિલિન્ડર સપ્લાય થયાના થોડા દિવસમાં તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય છે.
અનેક યોજનાઓનો મળે છે લાભ
ભારત સરકાર ઘણી યોજનાઓના લાભ સીધા ખાતામાં ડીબીટી દ્વારા મોકલે છે. ભારત સરકાર કિસાન સન્માન નિધિ, જન ધન યોજના, પ્રધાનમંત્રી શ્રમ યોગી મન-ધન યોજનાના નાણાં પણ સીધા ખાતામાં મોકલે છે. કેન્દ્ર સરકારે 381 યોજનાઓને ડીબીટી સાથે જોડી દીધી છે. અને દોઢ કરોડથી વધુના બનાવટી કેસ પકડાયા છે.
સરકારે 13 લાખ કરોડ રૂપિયા મોકલ્યા
ભારત સરકારે છેલ્લા 6 વર્ષમાં ડીબીટી દ્વારા અત્યાર સુધીમાં 13 લાખ કરોડ રૂપિયા લાભાર્થીઓના ખાતામાં મોકલ્યા છે. ખાસ વાત એ છે કે, ગયા વર્ષે ઓગસ્ટ સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાની રકમ ગરીબોના ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. તેમાંથી, બે કરોડની રેકોર્ડ રકમ કોરોના સમયગાળા દરમિયાન ગરીબોના ખાતામાં મોકલવામાં આવી હતી. વર્ષ 2014 થી જાન્યુઆરી 2020 સુધી, ડીબીટીથી લગભગ પોણા બે લાખ કરોડ રૂપિયાની બચત પણ થઈ છે. અગાઉ આ નાણાંનો ગેરઉપયોગ કરવામાં આવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે