માણસની જિંદગી બદલતા ચાર વેદોમાં શું છુપાયેલું છે રહસ્ય? જાણો રોચક માહિતી
Importance Of Vedas : ચાર વેદોના નામ તો બધા જાણે છે, પરંતુ આ વેદોનું શુ મહત્વ છે અને તે માનવજીવનમાં કેટલા ઉપયોગ છે તે પણ જાણી લેવા
Trending Photos
Origin of Vedas : વેદોને સનાતન ધર્મનો આધાર માનવામા આવે છે. વેદ હિંદુ ધર્મના મુખ્ય ચાર આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. ‘વેદ’ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ ‘વિદ્’ પરથી થયેલી છે જેનો અર્થ ‘જાણવું’ અર્થાત જ્ઞાન સંબંધિત છે. આમ તો સૌ કોઇને ખબર હશે કે, હિંદુ ધર્મમાં 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પરંતુ આ 4 વેદમાં શું આંકવામાં આવ્યું છે એના વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. ત્યારે આ વીડિયો અમે તમને જણાવીશું કે, 4 વેદમાં શું રહસ્ય છુપાયેલું છે.
ઋગ્વેદ
એવું કહેવામાં આવે છે કે, વેદોમાં સર્વપ્રથમ ઋગ્વેદનું નિર્માણ થયું. તેમાં રહેલી માહિતી કાવ્ય સ્વરુપે છે. ઋગ્વેદને મંડલમા વિભાજિત કરવામાં આવ્યો છે. મંડલોમાં 1028 સૂક્ત અને 11 હજાર મંત્રો છે. શાકલ્પ, વાસ્કલ,અશ્વલાયન, શાંખાયન, મંડુકાયન આ વેદની પાંચ શાખા છે. ઋગ્વેદના દસમાં મંડલમાં ઔષધિસૂક્ત એટ્લે કે દવાઓ નો ઉલ્લેખ જોવા મળે છે. તેમા જલ ચિકિત્સા, વાયુ ચિકિત્સા, માનસ ચિકિત્સા જેવી અનેક જાણકારી આપવામાં આવેલી છે.
યજુર્વેદ
આ વેદ ગદ્યમય છે. યજુર્વેદમાં યજ્ઞની અસલી પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી છે... આ વેદ મુખ્યતઃ ક્ષત્રિયો માટે રચાયેલો હોય તેવું કહેવાય છે.
સામવેદ
સામવેદ ગીતના સ્વરૂપે છે. સામવેદમા ગેય છંદો વધુ જોવા મળે છે. જેનો ઉપયોગ ગાન યજ્ઞો વખતે થતો હતો. 1824 મંત્રોના આ વેદમાં 75 મંત્રોને છોડીને બાકિના બધા મંત્રો ઋગ્વેદમાંથી જ લેવામા આવ્યા છે. આ વેદમાં સવિતા, અગ્નિ અને ઇંદ્ર દેવતાઓ વિશે વિશેષ ઉલ્લેખ જોવા મળે છે.
અથર્વવેદ
અથર્વવેદમાં જાદૂ, ચમત્કાર, આરોગ્ય અને યજ્ઞ માટે મંત્રો આપવામાં આવ્યા છે. આ વેદ મુખ્ય રીતે વ્યાપારીઓ માટે છે. જેમા 20 કાંડ છે અને તેના આઠ ખંડ છે... જેમા ભેષજ વેદ અને ધાતુ વેદ આ બે નામો જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે