Viral IPL Video: જ્યારે કોલકાતામાં ચાલ્યું હતું યુસૂફ પઠાણનું બેટ, 22 બોલમાં 72 રન બનાવીને બધાને કરી દીધા હતા હેરાન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આપણને અત્યાર સુધી કંઈક એવી ઈનિંગ્સ જોવા મળી છે. જેને જોઈને ક્રિકેટ પ્રેમીઓનું દિલ ગદગદ થઈ જાય છે. જ્યારે કોઈએક આક્રમક બેટિંગ કોઈ ભારતીય બેટિંગ કરે છે તો મજા બેગણી થઈ જાય છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે આઈપીએલ 2014માં આપણને આવી જ ઈનિંગ્સ ભારતના પૂર્વ ખેલાડી અને કેકેઆરના પૂર્વ ખેલાડી યુસૂફ પઠાણ પાસેથી જોવા મળી. તેમના દ્વારા રમવામાં આવેલી આ તોફાની ઈનિંગ્સનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
Viral IPL Video: જ્યારે કોલકાતામાં ચાલ્યું હતું યુસૂફ પઠાણનું બેટ, 22 બોલમાં 72 રન બનાવીને બધાને કરી દીધા હતા હેરાન

Viral IPL Video: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આપણને અત્યાર સુધી કંઈક એવી ઈનિંગ્સ જોવા મળી છે. જેને જોઈને ક્રિકેટ પ્રેમીઓનું દિલ ગદગદ થઈ જાય છે. જ્યારે કોઈએક આક્રમક બેટિંગ કોઈ ભારતીય બેટિંગ કરે છે તો મજા બેગણી થઈ જાય છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે આઈપીએલ 2014માં આપણને આવી જ ઈનિંગ્સ ભારતના પૂર્વ ખેલાડી અને કેકેઆરના પૂર્વ ખેલાડી યુસૂફ પઠાણ પાસેથી જોવા મળી. તેમના દ્વારા રમવામાં આવેલી આ તોફાની ઈનિંગ્સનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

યુસુફ પઠાણે તોફાની ઇનિંગ રમી હતી:
આઈપીએલ 2014ની વાત છે જ્યારે યુસુફ પઠાણે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ઈડન ગાર્ડન્સના મેદાન પર જબરદસ્ત ઈનિંગ રમી હતી. યુસુફ પઠાણે આ મેચમાં માત્ર 22 બોલમાં 72 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ મેચમાં તેણે 5 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 327.27 હતો. તેણે પોતાની શાનદાર બેટિંગ દરમિયાન હૈદરાબાદના બોલરોની ઘોલાઈ કરી હતી.

વાયરલ IPL વિડીયો અહીં જુઓ:
 

— Sportsgaliyara (@sportsgaliyara) April 2, 2023

KKR એ મેચ જીતી હતી
IPL 2014માં લીગની 54મી મેચમાં કોલકાતાનો સામનો હૈદરાબાદ સામે થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાની ટીમે માત્ર 14.2 ઓવરમાં 6 વિકેટના નુકસાને જ જીત મેળવી લીધી હતી. કેકેઆર તરફથી યુસુફ પઠાણ સિવાય રોબિન ઉથપ્પાએ 41 અને ગૌતમ ગંભીરે 28 રન બનાવ્યા હતા. યુસુફ પઠાણને તેની 72 રનની તોફાની ઇનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news