સાડા ચાર વર્ષથી દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ છે: દુબઇમાં રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંયુક્ત અરબ અમીરાતમાં બે દિવસની મુલાકાતે ગયેલા છે, જ્યાં લેબર કોલોનીમાં રાહુલ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યા હતા
Trending Photos
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય સમ્પર્ક કાર્યક્રમને ચાલુ રાખતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલના સમયમાં સંયુક્ત અરબ અમીતાર (UAE)ની બે દિવસીય મુલાકાત પર છે. શુક્રવારે તેમણે દુબઇમાં પ્રવાસી ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યા અને તેમની સાથે મુલાકાત કરી. વિદેશની ધરતીથી રાહુલ ગાંધીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કરવાની સાથે સાથે મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વર્ષ 2019 સહિષ્ણુતાનું વર્ષ છે, પરંતુ ગત્ત સાડાચાર વર્ષથી ભારતમાં અસહિષ્ણુતાનો સમય છે. તે અગાઉ કોંગ્રેસ અધ્યક્ષે શુક્રવારે જ દુબઇમાં લેબર કોલોનીમાં એકત્રીત ભારતીય કામદારોને સંબોધિત કરતા કહ્યું કે, જો તેમની પાર્ટી આગામી સામાન્ય ચૂંટણીમાં સત્તામાં આવે છે તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, જેવું કે આપણી સરકાર સત્તામાં આવશે, આપણે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. આંધ્રપ્રદેશ અને તેલંગાણા 2,જુન 2014નાં રોજ વિભાજીત થઇને બે રાજ્યો બનાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, તમે ભારત, ભારતીય રાજ્યો અને ગરીબ લોકોની મદદ કરી તથા તમે દુબઇ શહેર બનાવવા માટે કામ કર્યું જે સમગ્ર વિશ્વમાં મહાન છે. હું તમારો સાચા હૃદયથી આભાર વ્યક્ત કરવા માંગુ છું.
સંયુક્ત અરબ અમીરાતના વિકાસની પ્રશંસા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે અહીં જે પણ મોટો વિકાસ જોઇ રહ્યા છો, ઉંચી ઇમારતો, મોટા મોટા હવાઇ મથકો અને મેટ્રો આ બધુ જ તમારા યોગદાન વગર અશક્ય હતું. તેમણે કહ્યું કે, તમે આ શહેરનાં વિકાસ માટે પોતાનું લોહી-પરસેવો અને સમય આપ્યો અને તમે તમામ ભારતીયોને ગૌરવાન્વિત કર્યો.
કોંગ્રેસ અધ્યક્ષે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ મુદ્દે ગત્ત વર્ષે માર્ચમાં જંતર મંતર પર પ્રદર્શન કરનારા પાર્ટી કાર્યકર્તાઓને આપેલા નિવેદનને દોહરાવ્યુ. તેમણે ત્યારે કાર્યકર્તાઓને કહ્યું હતું, આપણે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. 2019માં સત્તામાં આવ્યા બાદ તે પહેલી વસ્તુ હશે જે આપણે કરીશું. મને વિશ્વાસ છે કે જો આપણે એકસાથે ઉભા થઇશું તો આપણે ભારતીય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તે વાત માટે તૈયાર કરી લઇશું જે આંધ્રપ્રદેશનાં લોકોની બાકી રકમ છે જે તેમને આપવામાં આવવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે