ચૂંટણી રાજ્યોમાં રેલી અને રોડ શો પર પ્રતિબંધ યથાવત રહશે, EC એ લીધો પાબંધી વધારવાનો નિર્ણય
ચૂંટણી પંચે કોરોના મહામારીને કારણે ચૂંટણી રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. કમિશનના મતે હવે આ પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી રહેશે. અગાઉ, પંચે 22 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: ચૂંટણી પંચે કોરોના મહામારીને કારણે ચૂંટણી રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. કમિશનના મતે હવે આ પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી રહેશે. અગાઉ, પંચે 22 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.
જણાવી દઈએ કે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે મણિપુરમાં 14 અને 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. બીજી તરફ પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. યુપીમાં 7 તબક્કામાં મતદાન થશે. આ પછી 10 માર્ચે તમામ રાજ્યોમાં એકસાથે મતગણતરી કરવામાં આવશે.
ચૂંટણીનું બ્યૂગલ વાગતાંની સાથે જ તમામ પક્ષોએ વિજય હાંસલ કરવા ભારે ઉત્સાહ સાથે ચૂંટણી રેલીઓ અને રોડ શોનો સિલસિલો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન, ભારત સહિત વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે. તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ પ્રતિબંધને 31 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે