'ઇલેક્ટોરલ બોન્ડ કેસ એ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ', કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિનો મોટો દાવો

ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સામે આવ્યા બાદ દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. વિવિધ લોકો દ્વારા બોન્ડના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના પતિએ મોટું નિવેદન આપ્યું છે. 
 

'ઇલેક્ટોરલ બોન્ડ કેસ એ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ', કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિનો મોટો દાવો

નવી દિલ્હીઃ Lok Sabha Elections 2024: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપ્યો હતો. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા આ ડેટા પોતાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જ્યારથી ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સામે આવ્યો છે, ત્યારથી સતત તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. વિપક્ષી પાર્ટી કેન્દ્ર સરકારને ઘેરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમના પતિનું નિવેદન સામે આવ્યું છે. 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે ચૂંટણી બોન્ડ મામલે ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું જ મોટુ કૌભાંડ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો સ્કેમ છે. 

He also says, the real fight is not between BJP and another party or alliance. The fight is between BJP and the people of India. pic.twitter.com/lP7njhctd5

— PuNsTeR™ (@Pun_Starr) March 27, 2024

ન્યૂઝ ચેનલ 'રિપોર્ટર ટીવી' સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું- મને લાગે છે કે ચૂંટણી બોન્ડનો મુદ્દો ખુબ મહત્વનો મુદ્દો બનશે. ભાજપની લડાઈ વિપક્ષી દળો કે પછી અન્ય પાર્ટીઓ સાથે નહીં થાય પરંતુ આ મુદ્દાને કારણે અસલ લડાઈ ભાજપ અને ભારતના સામાન્ય લોકો વચ્ચે જોડા મળશે. 

તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો આજની તુલનામાં વધુ જોર પકડશે. તે ઝડપથી સામાન્ય લોકો સુધી પહોંચી રહ્યો છે. હવે ધીમે ધીમે લોકો તેને સમજી રહ્યાં છે. આ ભારતનો જ નહીં વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. તેવામાં મને લાગે છે કે આ મુદ્દાને કારણે સરકારને મતદાતાઓ તરફથી સજા આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news